Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > દુનિયાના 5માં સૌથી મોટા દેશે ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વિઝા વિના Indiansને મળશે એન્ટ્રી

દુનિયાના 5માં સૌથી મોટા દેશે ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વિઝા વિના Indiansને મળશે એન્ટ્રી

0
2606

વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ બ્રાઝિલે દિવાળી પહેલા ભારતીયોને મોટી ભેટ આપી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ જણાવ્યું કે, હવે ભારતના લોકોને બ્રાઝિલમાં જવા માટે વિઝા લેવાની જરૂર નથી. ભારત ઉપરાંત ચીનને પણ સાઉથ અમેરિકાના સૌથી મોટા દેશમાં આવવા માટે છૂટ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, બ્રાઝિલ સાઉથ અમેરિકા અને લેટિન અમેરિકાનો સૌથી મોટો દેશ છે. બોલ્સોનારો આ વર્ષે જ સત્તામાં આવ્યા છે. તેમણે દેશમાં ઉદ્યોગ-ધંધાને વિકસાવવા માટે અનેક દેશોના નાગરિકોને વિઝામાં છૂટ આપી છે.

બ્રાઝિલના વિઝા મળવામાં અત્યાર સુધી 10 થી 15 દિવસનો સમય લાગતો હતો. વર્ક વિઝા 7 થી 10 દિવસે મળતા હતા. થોડા સમય પહેલા બ્રાઝિલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને વિઝામાં છૂટ આપી હતી. જો કે આ દેશોમાં બ્રાઝિલથી આવનાર પ્રવાસીઓ માટે આવી કોઈ છૂટ આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો આકરા નિર્ણય લેવા માટે જાણીતા છે. ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાવવા વાયદાના કારણે તેમને વિજય મળ્યો હતો. જો કે બોલ્સોનારોની સમલૈગિક્તાના વિરોધી અને મહિલા વિરોધી ટિપ્પણીઓ માટે આલોચના પણ થઈ ચૂકી છે.

બ્રાઝિલની રાજધાની બ્રાસીલિયામાં 13-14 નવેમ્બરે યોજાનારી બ્રિક્સ બેઠકમાં વડાપ્રધાન મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો વચ્ચે મુલાકાત યોજાશે. જેમાં અનેક મુદ્દાઓ સમજૂતિ સધાય તેવી આશા છે. અગાઉ બન્ને નેતાઓ જૂનમાં G-20 સમિટમાં મળ્યા હતા.

ધનતેરસ પર સોનું ખરીદનાર ખાસ વાંચે! મોદી સરકારે નિયમ બદલવા આપી મંજૂરી