નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ એક દરિયાઇ નાવમાંથી 200 કિલો હેરોઇન જપ્ત કર્યુ છે. અફઘાનિસ્તાનથી આવેલ આ હેરોઇનની કિંમત આશરે 1,200 કરોડ રૂપિયા છે. અધિકારીઓએ જણાવ્યુ કે હેરોઇન સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હેરોઇનનો આ જથ્થો પહેલા પાકિસ્તાન પહોચ્યો હતો, પછી તે ત્યાથી ઇરાનની એક નાવ પર તેને લાદવામાં આવ્યો હતો અને તેને ભારત અને શ્રીલંકામાં વેચવા માટે લાવવામાં આવી રહ્યો હતો.
Advertisement
Advertisement
શ્રીલંકન નાવ પર લાદવામાં આવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
અધિકારીઓએ જણાવ્યુ કે ઇરાની નાવમાં આ ડ્રગ શ્રીલંકન નાવ પર લાદવામાં આવવાનો હતો પરંતુ આ પહેલા જ નૌસેનાના હાથમાં આવી ગયો હતો. હેરોઇનને પાણીમાં પલળવાથી બચાવવા માટે તેને સાત પરતોની પેકિંગમાં બંધ કરવામાં આવી હતી.
નૌસેના અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ આ નાવ, જપ્ત ડ્રગ્સ અને ધરપકડ કરાયેલા લોકોને લઇને કોચ્ચી પહોચી હતી. ધરપકડ કરવામાં આવેલા છ શખ્સ ઇરાનના છે.
NCBને તપાસ સોપવામાં આવી
NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસકે સિંહે જણાવ્યુ કે ભારતીય નૌસેનાએ 1,200 કરોડ રૂપિયાની હેરોઇન પકડી છે. દરિયા વચ્ચે પાકિસ્તાની નાવમાં તેને ઇરાની નાવમાં લાદવામાં આવી હતી, તેમણે જણાવ્યુ કે નૌસેનાએ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકો, નાવ અને હેરોઇન તપાસ માટે NCBને સોપી દીધી છે. આ જથ્થો પાકિસ્તાનથી ચાલનારા હાદી સલીમ નેટવર્ક તરફથી આવ્યો હતો. આ નેટવર્ક હિંદ મહાસાગરના દેશોમાં ડ્રગ્સની તસ્કરી કરે છે.
હજુ સુધી નથી મળી આતંકી સંગઠનો સાથે લિંક- સિંહ
સિંહે કહ્યુ કે અત્યારે તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને તેના આતંકી સંગઠનો સાથે લિંક મળી નથી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણઆવ્યુ કે તે ઇરાનના કોર્નાક વિસ્તારના રહેવાસી છે, તેમણે કહ્યુ કે ધરપકડ કરાયેલા લોકોએ પાણીમાં કુદીને બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઇ શક્યા નહતા. NCBનું કહેવુ છે કે ગત કેટલાક વર્ષથી દરિયાઇ રસ્તે અફઘાની હેરોઇનની તસ્કરી વધી છે.
આ પણ વાંચો: રાજકિય નેતાએ કેમ મુરઘી અને દારૂ બોટલની કરી રેવડી?
શું છે તસ્કરી વધવાનું કારણ?
તસ્કરી વધવાનું કારણ જણાવતા અધિકારીઓએ કહ્યુ કે તેનું એક કારણ અફઘાનિસ્તાનમાં અફીણના પાકની ખેતીમાં વધારો હોઇ શકે છે. ડ્રગ્સ અને ગુના વિરૂદ્ધ કામ કરનારી સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીએ જણાવ્યુ કે અફઘાનિસ્તાનમાં અફીણની ગેરકાયદેસર ખેતી માટે ઉપયોગ થનારા વિસ્તારમાં 37 ટકા વધારો થયો છે, જેનું નિયંત્રણ હવે તાલિબાન પાસે છે. મહત્વપૂર્ણ છે કે તાલિબાને ગત વર્ષે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.
ગુજરાતમાં પકડાયુ છે હજારો કરોડનું ડ્રગ્સ
તાજેતરના સમયમાં દેશમાં ડ્રગ્સની તસ્કરી વધી છે અને ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરવામાં આવી ચુકી છે. આ વર્ષે એપ્રિલમાં ત્રણ અલગ અલગ અભિયાનમાં 2,000 કરોડ રૂપિયાથી વધારેની હેરોઇન જપ્ત કરવામાં આવી હતી, જેમાંથી 1,400 કરોડ રૂપિયાથી વધારાની હેરોઇન એકલા કચ્છના કંડલા પોર્ટમાંથી જપ્ત કરવામાં આવી હતી. આ પહેલા સપ્ટેમ્બર, 2021માં મુંદ્રા પોર્ટ પરથી લગભગ 21,0000 કરોડ રૂપિયાની હેરોઇન જપ્ત કરવામાં આવી હતી.
Advertisement