Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ભારતીયો માટે ભૂતાન જવું બનશે મોંઘુ, બંધ કરી દીધી દેશમાં ફ્રી એન્ટ્રી

ભારતીયો માટે ભૂતાન જવું બનશે મોંઘુ, બંધ કરી દીધી દેશમાં ફ્રી એન્ટ્રી

0
428

નવી દિલ્હી: ભારતીય પ્રવાસીઓ માટે ભૂતાન પહેલાથી જ મનપસંદ સ્થળ રહ્યું છે. ભૂતાન હંમેશા પોતાની સુંદરતાથી પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ વાત છે કે, ભૂતાન ભારતનો પડોશી દેશ છે. આ જ કારણે ભારતથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભૂતાન જાય છે. ભારતીય પ્રવાસીઓનો ભૂતાનમાં ઘસારા પાછળનું મુખ્ય કારણ એ છે કે, અહીં ભારતીયો માટે અત્યાર સુધી નિ:શુલ્ક હતું.

જો કે હવે ભૂતાન સરકારની એક નવી સ્કીમ તેના ફેરફાર કરશે. ભૂતાન સરકારે ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભૂતાને તાજેતરમાં નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે જુલાઈ 2020થી ભારતીય પ્રવાસીઓને ભૂતાન જવા માટે પ્રતિદિન 1200 રુપિયા ચૂકવવા પડશે. અન્ય દેશો જે ભૂતાનની આ સ્કિમમાં સામેલ છે. તેમાં માલદીવ અને બાંગ્લાદેશ છે. જ્યારે 6 થી 12 વર્ષના બાળકો માટે આ ફી 600 રુપિયા રાખવામાં આવશે. આ ફીને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ફીસ (SDF) કહેવામાં આવી રહી છે. ભૂતાન પર પ્રવાસીઓના ભારણને હળવું કરવા માટે સરકારે આ પગલુ ભર્યું છે.

ભારતીય પાસપોર્ટ ધારકો માટે SDF અંતર્ગત ચૂકવવાની થતી ફીસ અન્ય દેશોના મુસાફરો માટે રાખવામાં આવેલી ફીસ કરતા ઓછી છે. અન્ય દેશોના પ્રવાસીઓ હવે અંદાજે 65 ડૉલર એટલે કે 4631 રુપિયા ફરજિયાત ફી ભૂતાન મુસાફરી માટે ચૂકવવી પડશે. આ ઉપરાંત અન્ય દેશોના પ્રવાસીઓને 250 ડોલર એટલે કે 17811 રુપિયાનો ફ્લેટ કવર ચાર્જ પણ ચૂકવવો પડશે. દેશની નેશનલ એસેમ્બલીએ આ ફીસ લાગુ કરવા માટે ટૂરિઝમ લેવી એન્ડ એક્સમ્પશન બિલ ઓફ ભૂટાન, 2020 નામે એક બિલ પાસ કરાવ્યું છે.

અગાઉ ભારતીયો માત્ર બે અસલ ડૉક્યુમેન્ટ્સ લઈને ભૂતાનમાં જઈ શકતા હતા અને તેમની પાસેથી કોઈ એન્ટ્રી ફીસ પણ લેવામાં આવતી નહતી. ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ તરીકે તેઓ ભારતીય પાસપોર્ટ લઈ જઈ શકતા હતા, જે ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય હોય અથવા વૉટર આડી કાર્ડથી પણ કામ ચાલી જતુ હતું. ભારતીય નાગરિકોને ભૂતાન જવા માટે કોઈ વિઝાની જોગવાઈ નથી.

અનામત પર હોબાળા વચ્ચે સરકારે લોકસભામાં પોતાનો પક્ષ રજૂ કર્યો, વિપક્ષનું વૉકઆઉટ