Gujarat Exclusive > દેશ-વિદેશ > સરકારનો મોટો નિર્ણય, કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે હવે SERO સર્વે હાથ ધરાશે

સરકારનો મોટો નિર્ણય, કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે હવે SERO સર્વે હાથ ધરાશે

0
416

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણ પર ચાંપતી નજર રાખવા માટે સરકારે SERO સર્વે કરવાનો મોટો નિર્ણય કર્યો છે. જનસંખ્યા આધારિત આ સર્વે હાલ કેટલાક ખાસ જિલ્લાઓમાં જ કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ સર્વે સિવાય અન્ય રૂટિન ટેસ્ટ પણ થતાં જ રહેશે. આ સર્વે દ્વારા સરકાર માત્ર કોરોના સંક્રમણના ટ્રેન્ડ પર જ નજર નહીં રાથે, પરંતુ તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવામાં પણ સફળતા મળશે.

શું છે SERO સર્વે?
SERO સર્વેમાં કોઈ ખાસ વિસ્તારમાં એકસાથે અનેક લોકોના બ્લડ સીરમ ટેસ્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ જિલ્લા સ્તર પર હોય છે. જેનાથી એ વાતનો ખ્યાલા આવે છે કે, આખરે સંક્રમણ ક્યા સ્તરે ફેલાઈ રહ્યું છે? આ સર્વે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ (NCDC) તથા સરકારના અન્ય વિભાગો તરફથી કરવામાં આવશે. આ સર્વે અંતર્ગત દર સપ્તાહે કુલ મળીને 200 સેમ્પલ જ્યારે દર મહિને 800 સેમ્પલ લેવામાં આવશે.

કૉમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવામાં મળશે મદદ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની વેબસાઈટમાં અપલોડ કરેલા ડોક્યુમેન્ટમાં કહ્યું છે કે, દેશના તમામ જિલ્લાઓમાં સાર્સ-કોવ-2 સંક્રમણને લઈને એક વ્યવસ્થિત સર્વેની આવશ્યક્તા છે. ભારતમાં કેટલાક જિલ્લાઓમાં અને કેટલીક ખાસ જગ્યાઓ પર મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આથી હવે આપણે ત્યાં સંક્રમણને ફેલાતું અટકાવવા પર ધ્યાન્ કેન્દ્રિત કરીએ અને નક્કી કરીએ કે, આપણે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજ પર ના પહોંચીએ.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

શહેર બાદ ગામડાઓમાં કોરોનાની એન્ટ્રી થતા લોકોમાં ફફડાટ