Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર, ત્રીજા ક્વાર્ટરમાં GDPમાં 0.4 ટકાનો વધારો

ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર, ત્રીજા ક્વાર્ટરમાં GDPમાં 0.4 ટકાનો વધારો

0
48

ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોનાના કારણે ઐતિહાસિક રીતે ઘટાડો નોંધાયો હતો Indian GDP Growth

નવી દિલ્હી: મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતની જીડીપીમાં 0.4 ટકાનો વધારો થાયો છે. એટલે ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાંથી બહાર નિકળી રહી છે. Indian GDP Growth

2020-21ના આખા નાણાકિય વર્ષમાં 8 ટકાનો ઘટાડો થવાનો અંદાજો છે. જીડીપીના આ આંકડાના તમામ લોકો રાહ જોઇ રહ્યા હતા. રાષ્ટ્રીય આંકડા કચેરી (NSO) દ્વારા આ આંકડા જારી કરવામાં આવ્યા છે. એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન નાણાકિય ખાધ 12.34 લાખ કરોડ રૂપિયા રહી. Indian GDP Growth

ICICI સિક્યૂરિટીઝ દ્વારા 1722 કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટના ડેટાના આધારે કરવામાં આવેલા એક વિશ્લેષણ દ્વારા પણ વાત સામે આવી હતી કે અર્થવ્યવસ્થામાં સુધાર થઇ રહ્યો છે.

મંદીનો સમયગાળો

ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત તકનીકી રીતે મંદીમાં પહોંચી હતી. જ્યારે કોઈ અર્થવ્યવસ્થા સતત બે ત્રિમાસિક ઘટાડામાં રહે છે, તો માની લેવામાં આવે છે કે તે તકનીકી રીતે મંદીના ગાળામાં પહોંચી ચુકી છે. Indian GDP Growth

કોરોના સંકટના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ઘટી રહ્યું છે. તેના કારણે જ વર્તમાન નાણાકિય વર્ષના જૂનમાં થનાર પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેના પાછળનું કારણ એ હતુ કે આ દરમિયાન દેશમાં સખત લોકડાઉન હતુ અને અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે અટકી ગઇ હતી. Indian GDP Growth

આ પણ વાંચો: મમતાએ આઠ તબક્કામાં વોટિંગ પર ઉઠાવ્યો સવાલ, પૂછ્યુ- કોને ફાયદો પહોચાડવાનો પ્રયાસ?

 ત્યારબાદ ફરી ડિસેમ્બરના ત્રિમાસિકમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો.

અનેક એજન્સીઓ અને સંસ્થાઓએ અપેક્ષા રાખી હતી કે ત્રીજા ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા પોઝિટિવ ઝોનમાં જશે. ભારતીય રિઝર્વ બેંકના ડિસેમ્બરમાં બહાર પાડેલા ‘સ્ટેટ ઓફ ધ ઇકોનોમી’ બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતુ કે એવા પોઝિટિવ સંકેત મળી રહ્યા છે કે અર્થવ્યવસ્થા ઉંડા ખાડામાંથી હવે રોશની તરફ વધી રહી છે. Indian GDP Growth

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat