2021-22માં ભારતીય ઘરેલુ અર્થવ્યવસ્થાનો વિકાસ દર 13.7 ટકા સુધી જઇ શકે છે
નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા અને કડક લોકડાઉન પછી ભારતની અર્થવ્યવસ્થાએ રફતાર પકડી છે. એવામાં વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝનો અંદાજ છે કે 2021-22માં ઘરેલુ અર્થવ્યવસ્થાનો વિકાસ દર 13.7 ટકા સુધી જઇ શકે છે. Indian Economy Growth Rate
આર્થિક વિકાસ દર
મૂડીઝે પહેલા 2021-22માં દેશનો આર્થિક વિકાસ દર 10.08 ટકા રહેવાનો અંદાજો હતો, પરંતુ ફેબ્રુઆરી 2021માં તેણે તેમાં સુધારો કરતા જણાવ્યું કે હવે આગામી નાણાકિય વર્ષમાં ઘરેલુ અર્થવ્યવસ્થા 13.7 ટકા રહી શકે છે. Indian Economy Growth Rate
ચાલુ નાણાકિય વર્ષમાં 7 ટકાનો ઘટાડો
મૂડીઝે આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દરના આંકડામાં જ ફેરફાર કર્યા નથી. ઉલટાનું જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 7% ઘટશે. જોકે તેના અગાઉના અંદાજમાં તેણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન દેશનો જીડીપી 10.6% ઘટશે. Indian Economy Growth Rate
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરના ભાવ ભડકે બળ્યા, 3 મહિનામાં 100 રૂપિયાનો વધારો
વિશ્વના સૌથી મોટા લોકડાઉનમાંથી અર્થતંત્ર બહાર આવ્યું
મૂડીઝે તેના ‘ગ્લોબલ મેક્રો આઉટલુક 2021-22’ના ફેબ્રુઆરી આવૃત્તિમાં જણાવ્યું હતુ કે ચાલુ નાણાકિય વર્ષમાં ભારતે વિશ્વના સૌથી મોટા અને કડક લોકડાઉનનો સામનો કર્યો છે. તેના કારણે જ 2020ના બીજા ત્રિમાસિકમાં દેશની અર્થવ્યવસ્થામાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળ્યો. જોકે હવે અર્થવ્યવસ્થાએ ધીમી ગતિએ રફ્તાર પકડી છે. 2020ના અંત સુધી મોટા ભાગની આર્થિક ગતિવિધિઓએ કોરોના મહામારી પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરી છે. Indian Economy Growth Rate
શુક્રવારે આવશે જીડીપીના સરકારી આંકડા
સરકારે શુક્રવારે ચાલુ નાણાકિય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકના જીડીપી આંકડાને જારી કરશે. મોટાભાગની રેટિંગ એજન્સીઓના ત્રિજા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દરના રેકોર્ડ પોઝિટિવ ઝોનમાં રહેવાનો અંદાજ છે. DBS Bankએ તેના તાજેતરના રિપોર્ટમાં ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર પોઝિટિવ ઝોનમાં રહેવાનો અંદાજ છે.