Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોનાના કારણે ભારતીય અર્થવ્યસ્થાને લાગશે જોરદાર ફટકો

કોરોનાના કારણે ભારતીય અર્થવ્યસ્થાને લાગશે જોરદાર ફટકો

0
493

વિશ્વબેંકે જણાવ્યુ કે, કોરોના વાયરસ મહામારીએ ભારતીય અર્થવ્યવસ્થાને જોરદાર ફટકો આપ્યો છે. તેનાથી દેશની આર્થિક વૃદ્ધિ દરમાં ભારે ઘટાડો આવશે. વિશ્વ બેંકે રવિવારે ‘દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થા પરના તાજેતરના અનુમાન: કોવિડ -19ની અસર’ રિપોર્ટમાં જણાવ્યુ છે કે, 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દરમાં ઘટાડો થઈને પાંચ ટકા રહી જશે. તે સિવાય 2020-21 તુલનાત્મક આધાર પર અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દરમાં ભારે ઘટાડો આવશે અને તે 2.5 ટકા રહી જશે.

2020-21માં આર્થિક વૃદ્ધિ દર 2.8 ટકા રહેવાનો અનુમાન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19નો ફટકો એવા સમયે લાગ્યો છે જ્યારે નાણાકિય ક્ષેત્ર પર દબાણના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં પહેલાથી નરમી છે. આ મહામારી સામે લડવા સરકારે સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગૂ કર્યો છે. તેનાથી લોકોની અવર-જવર પર રોક લાગી છે અને વસ્તુઓની આપૂર્તિ પ્રભાવિત થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, કોવિડ-19ના કારણે માંગ પ્રભાવિત થવાથી 2020-21માં આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો થઈને 2.8 ટકા રહી જશે. વેશ્વિક સ્તર પર જોખમ વધવાના કારણે ઘરેલુ રોકાણમાં સુધારા થવામાં પણ સમય લાગશે. રિપોર્ટ કહે છે કે, નાણાકિય વર્ષ 2021-22માં કોવિડ-19નો પ્રભાવ સમાપ્ત થયા પછી અર્થવ્યવસ્થા પાંચ ટકાની વૃદ્ધી નોંધાઈ શકે છે.

જોકે, તેના માટે અર્થવ્યવસ્થાને નાણાકિય અને નાણાકિય નીતિના સમર્થનની જરૂર પડશે. પત્રકારો સાથે કોન્ફ્રેન્સમાં વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હૈંસ ટિમરે જણાવ્યુ કે, ભારતની સ્થિતિ સારી નથી. ટિમરે જણાવ્યુ કે, જો ભારતમાં લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવે છે તો તેનો આર્થિક પરિણામ વિશ્વ બેંકના અંદાજાથી વધુ ખરાબ હોઈ શકે છે. તેમણે જણાવ્યુ કે, આ પડકારનો સામનો કરવા માટે ભારતને સૌથી પહેલા આ મહામારીને ફેલાતા રોકવું પડશે અને સાથે જ સુનિશ્ચિત કરવુ પડશે કે, બધાને ભોજન મળતો રહે. ટિમરે જણાવ્યુ કે, તે સિવાય ભારતને વિશેષ રીતે સ્થાનિક સ્તરે અસ્થાયી રોજગાર કાર્યક્રમો પર ધ્યાન આપવું જોઈએ. એક પ્રશ્નના જવાબમાં ટિમરે જણાવ્યુ કે, તેની સાથે જ ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બંધ થતા રોકવું પડશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના વાયરસ સંકટમાં નોકરીયાત અને કરદાતાઓ માટે સરકારની પાંચ મોટી જાહેરાત