Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોનાની બીજી લહેરમાં અર્થ વ્યવસ્થાને ફટકો, 2020-21માં GDPમાં 7.3% ઘટાડો

કોરોનાની બીજી લહેરમાં અર્થ વ્યવસ્થાને ફટકો, 2020-21માં GDPમાં 7.3% ઘટાડો

0
90

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરના કારણે ભારતીય અર્થ વ્યવસ્થાને  (Indian Economy) મોટો ફટકો પડ્યો છે. નાણાંકીય વર્ષ 2020-21માં દેશની GDPમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 4 દાયકામાં દેશની GDPમાં આવેલ સૌથી મોટો ઘટાડો છે. જો કે ગત નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ક્વાર્ટર કરતાં GDP 1.6 ટકા વધ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, કોરોનાની બીજી લહેરની (Corona Second Wave) પહેલા દેશની અર્થ વ્યવસ્થા રિકવરીના રસ્તા પર હતી.

નાણાંકીય વર્ષ 2019-20માં 4 ટકા GDP ગ્રોથ
દેશની અર્થ વ્યવસ્થામાં (Indian Economy) નાણાંકીય વર્ષ 2020-21માં ઘટાડાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જેનું કારણ એ છે કે, ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે સૌથી વધુ માઠી અસર અર્થતંત્ર પર પડી હતી. નાણાંકીય વર્ષ 2019-20માં દેશનો GDP ગ્રોથ 4 ટકા હતો.

ગત નાણાંકીય વર્ષમાં ગ્રોસ વેલ્યૂ એડેડમાં 6.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. GVA અર્થ વ્યવસ્થાની વૃદ્ધિ દર વિશે જાણવા માટેનું મહત્વનું માધ્યમ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જાહેર થયેલા આગોતરા અનુમાનમાં ગત નાણાંકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દરમાં 8 ટકાનો ઘટાડો આવવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકારે વાસ્તવિક આંકડા અનુમાનની સરખામણીએ સારા છે.

આ પણ વાંચો:  BHUના વૈજ્ઞાનિકોનો દાવો, કોરોનાને હરાવી ચૂકેલા લોકો માટે વૅક્સિનનો એક જ ડોઝ કાફી  Indian Economy

ગત નાણાંકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં કન્સ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ 14 ટકા રહ્યો હતો. યુટિલિટી સેક્ટરનો ગ્રોથ 9.1 ટકા રહ્યો હતો. યુટિલિટીમાં ગેસ, વીજળી અને વૉટર સપ્લાય આવે છે. બીજી તરફી સર્વિસમાં 2.3 ટકાનો ઘટાડો નોંધાયો, જેમાં હોટલ, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ જેવી બાબતો સામેલ છે. જો કે કન્સ્ટ્રક્શન અને યુટિલિટી સેક્ટના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ગત નાણાંકીય વર્ષે GDPમાં અનુમાન કરતા ઓછો ઘટાડો નોંધાયો હતો.

ગત નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ક્વાર્ટરમાં અર્થ વ્યવસ્થા પાટા પર આવી ગઈ હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ 0.5 ટકા હતા. અગાઉ ગત નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં GDPમાં લગભગ 24 ટકા અને બીજા ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો હતો.

એવું માનવામાં આવી રહ્યું છે કે, વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ક્વાર્ટરમાં GDP પર કોરોનાની બીજી લહેરની માર પડશે. આજ કારણ છે કે, પ્રથમ ક્વાર્ટરમાં GDP ગ્રોથનું અનુમાન ઓછું આંકવામાં આવ્યું છે. વિકાસના માર્ગે પાટા પર આવી રહેલી અર્થ વ્યવસ્થાને કોરોનાની બીજી લહેરે પાટા પરથી ઉતારી દીધી છે. જો કે બીજી લહેરની અસર માત્ર એપ્રિલ-જૂનના ત્રિમાસિક ક્વાર્ટર પર પડવાનું અનુમાન છે.
 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat