Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > પિતાનું નિધન, પ્રેક્ષકોની ગાળ સહન કરી…., આજે આખો દેશ સિરાજના સાહસને બિરદાવી રહ્યો છે

પિતાનું નિધન, પ્રેક્ષકોની ગાળ સહન કરી…., આજે આખો દેશ સિરાજના સાહસને બિરદાવી રહ્યો છે

0
177
  • સિરાજે પોતાના કરિયરની પ્રથમ પાંચ વિકેટ ઝડપી Mohammed Siraj

  • ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવ્યું

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત ત્રીજી વખત પોતાના નામે કરી લીધી છે. બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેતમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી ટેસ્ટ સીરીઝ 2-1થી જીથી લીધી છે. આ જીતના હીરો રિષભ પંતથી લઇ શુભમન ગિલ સુધી રહ્યા, પરંતુ સૌથી વધુ ચર્ચા મોહમ્મદ સિરાજની થઇ રહી છે. Mohammed Siraj

હકીકતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી સ્થાનિક પ્રેક્ષકોનો ટાર્ગેટ સૌથી વધુ મોહમ્મદ સિરાજ જ હતો. સિડની ટેસ્ટ દરમિયાન મોહમ્મદ સિરાજ પર પ્રેક્ષકોએ વંશિય ટિપ્પણી કરી હતી. ત્યારબાદ બ્રિસ્બેનમાં પણ આ જ વલણ યથાવત રહ્યુ. ઓસ્ટ્રેલિયાના પ્રેક્ષકોએ સિરાજની હિંમત ભાંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિરાજના સાહસ સામે આખી ઓસ્ટ્રેલિયા ટીમ ઘુંટણિયા આવી ગઇ. Mohammed Siraj

બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરવા ઉતરી તો તેનો સૌથી મોટો લક્ષ્ય ટીમ ઇન્ડિયા સામે મોટો ટાર્ગેટ રાખવાનો હતો, પરંતુ કંગારુઓના સ્વપ્નને સિરાજે ભાંગી દીધો. મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં કુલ 73 રન આપી 5 વિકેટ ઝડપી અને પોતાની પ્રથમ 5 વિકેટ લીધી. તે સિવાય શાર્દુલ ઠાકુરે પણ ચાર વિકેટ લઇ કંગારુ ટીમની કમર ભાંગી નાંખી. Mohammed Siraj

આ પણ વાંચો: ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત, પસંદગીકારો મુંઝવણમાં

અગાઉ પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ સિરાજને માત્ર એક, પરંતુ મહત્વપૂર્ણ વિકેટ મળી હતી. સિરાજે વોર્નરને માત્ર એક રને આઉટ કર્યો હતો. જ્યારે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં પણ સિરાજે બંને ઇનિંગમાં 1-1 વિકેટ ઝડપી હતી. Mohammed Siraj

મોહમ્મદ સિરાજના ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ જ ઉતાર-ચઢાવવાળો રહ્યો. ઓસ્ટ્રેલિયામાં ક્વારન્ટીનના સમયગાળા દરમિયાન તેના પિતાનું નિધન થઇ ગયુ. તે પોતાના પિતાના જનાજાને કાંધો પણ ના આપી શક્યો. બીસીસીઆઈએ સિરાજને સ્વદેશ પરત ફરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ સિરાજે પોતાના પિતાના સ્વપ્નને સાકાર કરવા માટે ઘરે પરત ફરવાની ના પાડી દીધી હતી. Mohammed Siraj

હવે ઓસ્ટ્રેલિયા પર જીત પછી મોહમ્મદ સિરાજની મેહનત અને હિમ્મતને જોઇ દરેક સલામ કરી રહ્યા છે. પિતાના નિધનથી લઇ પ્રેક્ષકોની ગાળીઓ સુધી… મોહમ્મદ સિરાજના સાહસ આગળ ઓસ્ટ્રેલિયા ટીમ ઘુંટણિયે આવી ગઇ. હવે આખો દેશ સિરાજને બિરદાવી રહ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9