Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > T20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, અશ્વિન-જાડેજાનો સમાવેશ

T20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, અશ્વિન-જાડેજાનો સમાવેશ

0
77

મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ માટે BCCIએ ટીમ ઇન્ડિયા સાથે મેન્ટર તરીકે ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સામેલ કર્યો છે. ટી-20 વર્લ્ડકપમાં મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડિયાના મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે.

બીસીસીઆઇ સચિવ જય શાહે સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી-20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, ‘પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટી-20 વર્લ્ડકપ માટે ટીમના મેન્ટર હશે.

તેમણે કહ્યુ, મે તેમણે દુબઇમાં વાત કરી હતી, તેમણે માત્ર વર્લ્ડકપ ટી-20 માટે મેન્ટર બનવાની સહમતિ આપી હતી અને મે પોતાના તમામ સાથીઓ સાથે આ મામલે ચર્ચા કરી અને તેની પર બધા સહમત છે. મે કેપ્ટન (વિરાટ કોહલી) અને વાઇસ કેપ્ટન (રોહિત શર્મા) સાથે પણ વાત કરી અને તે તમામ સહમત છે.

40 વર્ષની ઉંમરમાં લીધો હતો સંન્યાસ

ધોનીએ 40 વર્ષની ઉંમરમાં ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. તે ભારત માટે અંતિમ મેચ 2019 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં રમ્યો હતો. માનવામાં આવી રહ્યુ છે કે લિમિટેડ ઓવરની ક્રિકેટ માટે રણનીતિ તૈયાર કરવામાં તેમના અનુભવને જોતા આ ભૂમિકા માટે તેમણે પસંદ કરવામાં આવ્યા છે. તે જાણે છે કે આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)ની મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં જીત કેવી રીતે મેળવી શકાય છે, જેમાં કોહલી એટલા અનુભવી નથી.

ત્રણેય મેજર ટ્રૉફી જીતનારા એકમાત્ર કેપ્ટન

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં 2007માં ભારતે ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાનો આ સિલસિલો અહીથી શરૂ થયો હતો. તે બાદ 2011ની આઇસીસી વન ડે વર્લ્ડકપ ટ્રોફી 28 વર્ષ પછી ભારત પાસે આવી હતી.

આ જીતના બે વર્ષ બાદ 2013માં ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. આ સાથએ જ ધોની ICCની ત્રણેય મેજર ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન બની ગયો હતો. ધોનીની આગેવાનીમાં ભારતે 332 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 200 વન ડે, 60 ટેસ્ટ અને 72 T20 સામેલ છે.

આ પણ વાંચો:

 

T20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડબાય ખેલાડી- શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર

ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં 8 ક્વોલિફાઇંગ ટીમ ભાગ લેશે, જેમાંથી ચાર ટીમ સુપર 12માં પહોચશે. પ્રારંભિક તબક્કામાં 8 ટીમમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કૉટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની સામેલ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat