Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ભારતની કંપનીએ બનાવી COVID-19ની વૅક્સીન, જુલાઈમાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ

ભારતની કંપનીએ બનાવી COVID-19ની વૅક્સીન, જુલાઈમાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ

0
527

• COVID-19ની વૅક્સીનને લઈને ખુશખબર
• કોરોનાની Covaxineને સફળતા પૂર્વક વિકસાવાઈ
• ICMR અને NIV તરફથી વૅક્સીનને મળી મંજૂરી

નવી દિલ્હી: કોરોના વાઈરસ વિરુદ્ધ જંગને લઈને દેશની જાણીતી વૅક્સિન બનાવતી કંપની ભારત બાયૉટેકએ મોટી જાહેરાત કરી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજી (NIV) સાથે મળીને કંપનીએ ભારત માટે પ્રથમ વૅક્સીનને સફળતા પૂર્વક વિક્સીત કરી દીધી છે. જેનું નામ કોવૅક્સીન છે અને આગામી મહિનને તેનું હ્યૂમન ટ્રાયલ શરૂ થઈ જશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, SARS COV-2 સ્ટ્રેનને પૂણે સ્થિત NIVમાં અળગ કરવામાં આવ્યુ હતુ. જે બાદ ઈન્સ્ટીટ્યૂટે તેને ભારત બાયૉટેકને હસ્તાંતર કર્યું. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO), સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કંપનીને ક્લીયરન્સ મળી ચૂક્યું છે. હવે ભારત બાયોટેક દ્વારા આગામી મહિને સમગ્ર ભારતમાં હ્યુમક ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: અનલૉક-2ની ગાઈડલાઈન્સ જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને શેના પર રહેશે રોક?

આ અંગે ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ કૃષ્ણા એલાએ જણાવ્યુ કે, અમે COVID-19 વિરુદ્ધ ભારતની પ્રથમ સ્વદેશી વૅક્સીન કોવૅક્સીનની જાહેરાત કરતા ગર્વ અનુભવીએ છીએ. આ વૅક્સીનના વિકાસમાં ICMR અને NIVની ભાગીદારી મહત્વપૂર્ણ રહી છે. અમારા રિસર્ચનું પરિણામ શાનદાર રહ્યું છે.

જણાવી દઈએ કે, હાલમાં વિશ્વના વિવિધ દેશોમાં 100થી વધુ કોરોના વૅક્સીન ટ્રાયલ હેઠળ છે. થોડા સમય પહેલા લંડનમાં એક વૅક્સીનનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યું હતું. પ્રાણીઓ પરના પરિક્ષણમાં આ વૅક્સીન રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સફળ રહી છે.

સરહદ પર શાંતિ માટે ચીન સાથે ત્રીજા તબક્કાની બેઠક, ચૂશૂલમાં થશે ચર્ચા