Gujarat Exclusive > દેશ-વિદેશ > Army સાથે ઠગાઈ, છેલ્લા 6 વર્ષમાં 960 કરોડનો ખરાબ દારુગોળો પધરાવાયો

Army સાથે ઠગાઈ, છેલ્લા 6 વર્ષમાં 960 કરોડનો ખરાબ દારુગોળો પધરાવાયો

0
187

ખરાબ ગુણવત્તાના દારૂગોળાના કારણે 27 જવાનો મોતને ભેટ્યા

નવી દિલ્હી: દેશભરમાં જોરશોરથી રાષ્ટ્રવાદની અને જવાનોના સાહસની થતી ચર્ચા વચ્ચે સેના સાથે આશરે એક હજાર કરોડ રુપિયાની ઠગાઇ અને ખરાબ ગુણવત્તાના દારુગાોળાને કારણે 27 જવાનો મોતને ભેટ્યા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.

હાલ ભારતમાં રાષ્ટ્રવાદ પર ખૂબ ચર્ચા થઇ રહી છે. ભારતમાં થતી ચૂંટણીમાં પણ રાષ્ટ્રવાદને જોરશોરથી પ્રમોટ કરવામાં આવે છે. ભારતીય સેનાની વાતો કરવામાં આવે છે. ભારતીય સેનાની વીરગાથા સંભળાવવામાં આવે છે. ત્યારે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જેમાં ભારતીય સેના સાથે મોટી ઠગાઇ આચરવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયને સોંપવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 6 વર્ષમાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ (OFB) પાસેથી જેટલા રૂપિયામાં ખરાબ ગુણવત્તા વાળો દારૂગોળો ખરીદવામાં આવ્યો છે, એટલામાં સેનાને લગભગ 100 આર્ટિલરી ગન મળી શકી હોત. આ દાવો સેનાના અંતર્ગતના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

વર્ષ 2014થી 2020ના સમયગાળા દરમિયાન જે ખરાબ ક્વાલિટીનો દારૂગોળો ખરીદવામાં આવ્યો છે, તેની કિંમત 960 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. એટલી કિંમતમાં 150-MMની મીડિયમ આર્ટિલરી ગન સેનાને મળી શકી હોત.

આ પણ વાંચો: 12 રાજ્યોની 57 સીટો પર પેટાચૂંટણી, જાણો કઇ સીટો પર મતદાન નહીં

ઉલ્લેખનીય છે કે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)નું સંચાલન સંરક્ષણ મંત્રાલય હેઠળ થાય છે અને આ વિશ્વની સૌથી જૂની સરકારી ઑર્ડિનન્સ પ્રોડક્શન યૂનિટમાંની એક છે. તેની દેખરેખ હેઠળ સેના માટે દારુગોળો બનાવવામાં આવે છે, જેની સેનાએ કરી છે. જે પ્રોડક્ટમાં ખામી મળી છે, તેમાં 23-MMના એર ડિફેન્સ શેલ, આર્ટિલરી શેલ, 125MMનો ટેન્ક રાઉન્ડ સહિત જુદા-જુદા કૈલિબરની બુલેટ્સ સામેલ છે.

સેનાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ખરાબ ક્વાલિટીના દારુગોળાથી માત્ર સેનાને નુકશાન નથી થયું, પરંતુ કેટલીક ઘટનાઓમાં માનવીય નુકશાન પણ થયું છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે ખરાબ ક્વાલિટીના પ્રોડક્શનના કારણે જે ઘટનાઓ અને માનવીય નુકશાન થાય છે, તે સરેરાશ એક અઠવાડિયામાં એક હોય છે.

આ આંતરિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2014 પછીથી ખરાબ ક્વાલિટીના ગોળા બારૂદના કારણે 403 ઘટનાઓ થઇ છે, જોકે આ સતત ઓછી પણ થઇ છે. પરંતુ આ ચિંતાજનક છે.

આ પણ વાંચો: 20 વર્ષ જુના Rape કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને મુક્ત કર્યોઃ બેન્ચે આપ્યુ રસપ્રદ તારણ

વર્ષ        ઘટનાઓ
2014 – 114
2017 – 53
2018 – 78
2019 – 16

સંરક્ષણ મંત્રાલયને સોંપવામાં આવ્યો અહેવાલ

આ ઘટનાઓમાં લગભગ 27 જવાનોનાં મોત થયા છે જ્યારે લગભગ 159 જવાન ઇજાગ્રસ્ત થયા છે. આ વર્ષમાં અત્યાર સુધી 13 ઘટનાઓ બની છે જોકે કોઇના મોત નથી થયા. આ 960 કરોડ રૂપિયાની ખરીદીમાં 658 કરોડ રૂપિયાનો ખર્ચ 2014-2019ના વચ્ચે શેલ્ફમાં થયો, જયારે અન્ય 303 કરોડ રૂપિયા સુધીની કિંમતના માઇન્સને મહારાષ્ટ્રમાં લાગેલી આગ પછી નષ્ટ કરવામાં આવ્યો.

આ પણ વાંચો: સ્કૂલ Fee માફી અંગે બુધવારે રુપાણી સરકાર કરી શકે છે મોટી જાહેરાત

છેલ્લા બે વર્ષમાં સેના તરફથી પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી તેમના તરફથી ગોળા બારૂદની સપ્લાયને ચાલુ રાખી શકાય.

આ મહિનાની શરૂઆતમાં સેનામાં ગોળા બારૂદની અછત ઉપરા નજર રાખનારા MGO લેફ્ટિનન્ટ જનરલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે OFB તરફથી સેનાને સપ્લાય મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે એક એવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે જે તેનાથી અલગ કામ કરી શકે. ભલે તે અત્યારે એટલી ક્ષમતાની ના હોય, પરંતુ શરૂઆત કરવી જરૂરી છે.

જોકે કેન્દ્ર સરકાર તરફથી સતત OFBમાં ફેરફારના પ્રયાસો થઇ રહ્યા છે. ગત દિવસોમાં જ એક એજન્સીને તેમાં ફેરફાર કરવાની રૂપરેખા તૈયાર કરવામાં માટે કહેવામાં આવ્યું છે, જેથી તેને આધુનિક બનાવી શકાય. બીજી તરફ નાની-મોટી ખાનગી કંપનીઓ સાથે હાથ મળાવી ગોળાબારૂદની સપ્લાય પૂર્ણ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આવા સમયમાં જ્યારે સરહદ પર ચીન સાથે તણાવ જારી છે, ત્યારે ગોળા બારૂદની ગુણવત્તા અને જથ્થા પર પ્રશ્ન ઉભા થવા ચિંતાનો વિષય બની શકે છે.