Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનને લપડાક, ભારતીય જવાનોએ ગલવાન ઘાટીમાં ફરકાવ્યો તિરંગો

ચીનને લપડાક, ભારતીય જવાનોએ ગલવાન ઘાટીમાં ફરકાવ્યો તિરંગો

0
1

નવી દિલ્હી : ભારતીય સેનાએ નવા વર્ષના પ્રસંગે લદ્દાખનીગલવાન ઘાટીમાં તિરંગો ફરકાવ્યો છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોના મતે ભારતીય સેનાના જવાનોએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ગલવાનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. સેનાએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે મીડિયાના કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરાવ્યો હતો કે ચીને સૈનિકોએ થોડા દિવસો પહેલા આ ક્ષેત્રમાં પોતાનો ઝંડો લહેરાવ્યો હતો.

કેટલાક દિવસો પહેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીને ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં 15 સ્થાનોની ચીની અક્ષરો, તિબ્બતી અને રોમન વર્ણમાલાના નામની જાહેરાત કરી હતી. ચીન અરુણાચલ પ્રદેશના દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરે છે.

ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના 15 સ્થાનોના નામ બદલવાના પગલાને સ્પષ્ટ રુપથી ફગાવી દીધું હતું અને સ્પષ્ટ કહ્યું હતું કે આ રાજ્ય હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને હંમેશા રહેશે. નામો બદલાવવાથી આ તથ્ય બદલાશે નહીં. ભારત અને ચીનની સરહદ 3488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) શેર કરે છે જેને લઇને બન્ને વચ્ચે વિવાદ છે.

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થાનોના નામ પોતાની ભાષામાં ફેરફાર કરવાના રિપોર્ટ પર મીડિયાના એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ચીને એપ્રિલ 2017માં પણ આવા નામ બદલવાનો પ્રયત્ન કર્યો હતો.

પૂર્વી લદ્દાખમાં 20 મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને લદ્દાખમાં ભારતીય ક્ષેત્રની (india)સામે લગભગ 60,000 સૈનિકો તૈનાત કર્યા છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)પર પોતાની સેનાની ઝડપથી અવરજવરમાં મદદ કરવા માટે પોતાના બુનિયાદી સ્ટ્રક્ચરનું નિર્માણ યથાવત્ રાખ્યું છે.

ગરમીઓના મોસમમાં ચીની સૈનિકોની સંખ્યા ઘણી વધી ગઈ હતી કારણ કે તે ગરમીઓમાં પ્રશિક્ષણ માટે મોટી સંખ્યામાં સૈનિકોને સરહદ પર લાવ્યા હતા. તે હવે પોતાના સ્થાને પરત ફર્યા છે. જોકે તે હજુ પણ લદ્દાખના વિપરિત ક્ષેત્રોમાં લગભગ 60,000 સૈનિકો યથાવત્ છે. સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને આ જાણકારી આપી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat