ભારતીય સેનાએ ગુરુવારે સંરક્ષણ દળોને આપવામાં આવેલી ઇમરજન્સી ખરીદ સત્તા હેઠળ ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા દ્વારા 1,000 સર્વેલન્સ હેલિકોપ્ટરની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું.
Advertisement
Advertisement
ઉલ્લેખનિય છે કે, આગામી દિવસોમાં ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા માટે નવા હેલિકોપ્ટરને ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. અન્ય હેલિકોપ્ટર LAH MK-IIIને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરને ભારતના પશ્ચિમ કિનારાની સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે.
સૌથી મહત્વની વાત એ છે કે આ હેલિકોપ્ટર માત્ર આધુનિક ટેક્નોલોજીથી સજ્જ નથી પરંતુ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ પણ છે. તેને સ્વદેશી ટેક્નોલોજીથી સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે. તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, HAL એ ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ હેલિકોપ્ટર બનાવ્યું છે.
Advertisement