Gujarat Exclusive > દેશ-વિદેશ > ભાવિ યુદ્ધને લઈને સેના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- ‘ભારતીય સેના સક્ષમ’

ભાવિ યુદ્ધને લઈને સેના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- ‘ભારતીય સેના સક્ષમ’

0
243

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે (Army Chief General Bipin Rawat) ચીની સેના (Chinese Army)ની ભારતીય વિસ્તારમાં ઘુસણખોરીની ખબરોનું ખંડન કર્યું છે. રાવતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ભારતમાં ચીન તરફથી કોઈ પણ પ્રકારની ઘુસણખોરી નથી કરવામાં આવી.

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કારગીલ યુદ્ધના (Kargil War) 20 વર્ષ પૂરા થવાના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં ફરી એક વખત પાકિસ્તાન (Pakistan) પર આકરા પ્રહાર કર્યા છે. જનરલ રાવતે જણાવ્યું કે, પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. તે સતત ભારત વિરૂદ્ધ ઘુસણખોરીની ફિરાકમાં હોય છે.

ભવિષ્યમાં થનારા યુદ્ધને લઈને ચિંતા
સેના પ્રમુખ બિપિન રાવતે ભવિષ્યમાં થનારા યુદ્ધોને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં જે યુદ્ધ થશે, તે વિનાશક હશે. તે સમયે ટેક્નોલોજીની મોટી ભૂમિકા રહેશે. આ પ્રકારના યુદ્ધથી મોટા પાયે તરાજી સર્જાઈ શકે છે. તેમણે ભવિષ્યમાં થનારા યુદ્ધને “હાઈબ્રિડ યુદ્ધ”નું નામ આપ્યું છે.

અમે જડબાતોડ જવાબ આપવા સક્ષમ
સેના પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું કે, પાકિસ્તાનની તમામ નાપાક હરકતનો જવાબ આપવા માટે આપણી સેના સક્ષમ છે. પાકિસ્તાન સતત આતંકવાદ અને ઘુસણખોરી માટે દુ:સાહસ કરતું રહે છે. પાકિસ્તાન તમામ હરકતનો જવાબ ભારત આપી રહ્યું છે અને આગળ પણ આપશે.

બહાદૂર સેના પર ગર્વ
બિપિન રાવતે કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના પરાક્રમ અને વિકટ પરિસ્થિતિઓને પણ યાદ કર્યું. તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાનની ચાલને મ્હાત આપતા આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આવી બહાદૂર સેના પર રાષ્ટ્રને ગર્વ છે.

ચીન સાથે સારા સબંધ
રાવતે જણાવ્યું કે, લદ્દાખના ડેમચોકમાં ચીની સેનાએ ઘુસણખોરી નથી કરી. ચીની અધિકારીઓ સાથે ફ્લેગ મીટિંગ દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તે ઉકેલાઈ પણ ગયો છે. ચીન સાથે આપણા સારા સબંધો છે.

મીડિયાને લીધુ આડેહાથ
ડેમચેકમાં ચીની ઘુસણખોરીનો જવાબ આપતા રાવતે મીડિયાને જણાવ્યું કે, અમે આ મામલે સત્તાવાર નિવેદન નથી આપ્યું છત્તા તમને વિશ્વાસ નથી થતો. આ કારણે અમારે શરમનો સામનો કરવો પડે છે.

ઉલ્લખનીય છે કે, તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો કે 6 જુલાઈના રોજ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના જવાન SUV લઈને ભારતીય સીમામાં અંદર સુધી પહોંચી ગયા હતા. આ લોકોએ તિબેટીયન શરણાર્થીઓ તરફથી ઝંડા ફરકાવવાનો વિરોધ પણ કર્યો હતો. એ સમયે તિબેટીયન શરણાર્થીઓ અહીં દલાઈ લામાનો 84મો જન્મ દિવસ મનાવી રહ્યા હતા.

આ છે વિંગ કમાન્ડર અભિનંદનનો ‘જબરા ફેન’, કહ્યું-‘અસલી હીરોને કરૂ છું ફૉલો’