Gujarat Exclusive > દેશ-વિદેશ > પાકિસ્તાન ભારતમાં આતંકીઓને ઘુસણખોરી કરાવવાની ફિરાકમાં, ભારતીય સેના એલર્ટ

પાકિસ્તાન ભારતમાં આતંકીઓને ઘુસણખોરી કરાવવાની ફિરાકમાં, ભારતીય સેના એલર્ટ

0
559
  • અલ બંદરનાં આતંકીઓને કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવાની ફિરાકમાં

  • ISI અને પાકિસ્તાન દ્વારા આર્મી ખૈબર પખ્તૂનવામાં અલ બંદરનાં આતંકીઓની ભરતી


નવી દિલ્હીઃ
લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચીન સાથે તણાવ વચ્ચે પાકિસ્તાનની નાપાક હરકત શરૂ જ છે. ખાનગી સૂત્રોનાં અહેવાલ અનુસાર, કાશ્મીરમાં અલ બંદરનાં આતંકીઓને એક્ટિવેટ કરવામાં પાકિસ્તાનની ખાનગી એજન્સી ISI જોડાયેલી છે. ISI અને પાકિસ્તાન આર્મી ખૈબર પખ્તૂનવામાં અલ બંદરનાં આતંકીઓની ભરતી કરી રહ્યું છે.

લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફાયરિંગની આડમાં પાકિસ્તાની આર્મી, અલ બંદરનાં આતંકીઓને કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવાની ફિરાકમાં છે. સૂત્રોએ મહત્વની જાણકારી આપતા જણાવ્યું કે, પાકિસ્તાન આર્મી ખૈબર પખ્તૂનવાનાં ટ્રેનિંગ કેમ્પમાં અલ બંદરનાં ફિદાયીન આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યું છે.

આ પણ વાંચોઃ ભારત-ચીન વિવાદ: સેનાને મળી છૂટ, જીવ જોખમમાં મૂકાય તો કરી શકો છો ફાયરિંગ

સૂત્રોનું કહેવું એમ છે કે, “આ કેમ્પમાં જૈશ અને અલ બંદરનાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ખૈબર પખ્તૂનવાની નજીક માનસેહરાનાં ટ્રેનિંગ કેમ્પમાં અલ બંદરનાં 40થી 50 ખૂંખાર આતંકીઓને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ખાનગી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલ બંદરનાં ટ્રેંડ આતંકીઓને PoK નાં અઠમુગમ, જૂરા અને દુધનિયાલ લોન્ચ પેડ પર ઘુસણખોરી માટે લાવવામાં આવી રહ્યાં છે.”

આતંકીઓને પાકિસ્તાન આર્મીની મદદ મળી રહી છે

પાકિસ્તાનનાં આ ઘુસણખોરીનાં પ્લાનને જોતા ગુરેજ, કેરન, ઉરી, મછલ અને તંગધાર સેક્ટરમાં સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. સૂત્રોનું કહેવું એમ છે કે અલ બંદર ટ્રેનિંગ કેમ્પમાં આતંકીઓને જંગલ સર્વાઇવલ, ગોરિલ્લા યુદ્ધ, જંગલ વૉરફેયરની ટ્રેનિંગ પાકિસ્તાન આર્મીની મદદથી મળી રહી છે.

આ પણ વાંચોઃ ચીન સાથે તનાવ વચ્ચે મોદી સરકારે ઈમરજન્સી ફંડ કર્યું મંજૂર, સેનાની વધશે તાકાત

આતંકીઓને લઇ દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર

અત્રે નોંધનીય છે કે બીજી બાજુ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાનાં ચારથી પાંચ આતંકવાદીઓ પણ દિલ્હીમાં ઘૂસી આવ્યાં છે. જ્યાર બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. અહીં આતંકવાદીઓ દિલ્હીમાં કોઈ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે.

આતંકવાદીઓનાં દિલ્હીમાં પ્રવેશવાનાં ઇનપુટ્સ મળતાની સાથે જ દિલ્હી પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ઉપરાંત સરહદોને પણ સીલ કરી દેવામાં આવી છે. બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને બજારો સહિત શહેરમાં અનેક જગ્યાઓએ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી લદ્દાખની ગલવાની ઘાટીમાં ભારતીય સેના અને ચીની સેનામાં હિંસક ઝડપ થઇ છે ત્યારથી પાકિસ્તાન સતત LoC નાં નજીકનાં વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સેનાનું કહેવું એમ છે કે એક રણનીતિ અંતર્ગત પાકિસ્તાન LoC પર ફાયરિંગ કરી રહ્યું છે. સેનાએ એમ પણ કહ્યું કે, તે દરેક પડકાર સામે નિપટવા માટે સંપૂર્ણ તૈયાર છે.

આ પણ વાંચોઃ રથયાત્રા કાઢવાની જાહેરાત કરનાર AHPનાં પ્રદેશ મંત્રી સહિત 6 ડિટેઈન, અર્જુન આશ્રમમાં પોલીસ કાફલો ખડકાયો

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.