Gujarat Exclusive > દેશ-વિદેશ > સેનાની ત્રણેય પાંખ કરશે કોરોના યોદ્ધાઓનું ભવ્ય સમ્માન, આકાશમાંથી થશે પુષ્પવર્ષા

સેનાની ત્રણેય પાંખ કરશે કોરોના યોદ્ધાઓનું ભવ્ય સમ્માન, આકાશમાંથી થશે પુષ્પવર્ષા

0
368

નવી દિલ્હી: ભારતીય સેનાએ રવિવારે કોરોના વિરૂદ્ધ જંગ લડનારા યોદ્ધાઓનું સમ્માન કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. કોરોના યોદ્ધાઓના સમ્માનમાં ફ્લાઈ પાસ્ટ કરવા, હોસ્પિટલોની ઉપર હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા, નેવીના જહાજમાં દીવો પ્રગટાવવો અને કોરોના હોસ્પિટલોની નજીક આર્મી બેન્ડ વગાડવાની યોજના છે.

ભારતીય સેનાની ત્રણેય પાંખો આવું કરીને કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરશે અને વૈશ્વિક મહામારી વિરૂદ્ધ લડાઈમાં એકજૂટતા દર્શાવશે.

રક્ષા મંત્રાલયના સુત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સેનાની ત્રણેય પાંખોના અધ્યક્ષો અને CDS બિપિન રાવત અને NSA અજીત ડોભાલ સાથે યોજેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

CDS બિપિન રાવતે સેનાની ત્રણેય પાંખોના પ્રમુખો સાથે આ કાર્યક્રમનું એલાન કર્યુ અને કોરોના યોદ્ધાઓનો આભાર માન્ય. આ દરમિયાન પોલીસ મેમોરિયલ પર સશસ્ત્ર સેના પુષ્પાંજલિ પણ અર્પણ કરશે.

CDS બિપિન રાવતે જણાવ્યું કે, અમે ત્રણે સેનાઓ તરફથી એવા કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેઓ પોતાના જીવના જોખમે આપણા સૌની સુરક્ષા કરી રહ્યાં છે અને આગામી દિવસોમાં આ સંકટથી ઉગરવામાં વધુ સક્ષમ બનાવશે.

આ દરમિયાન CDS બિપિન રાવતે કોરોના વિરૂદ્ધ લડાઈ લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કામદારો, હોમ ગાર્ડ્સ અને મીડિય કર્મચારીઓનો પણ આભાર માન્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવા અને તેમના પ્રત્યે એકજૂટતા દર્શાવવા માટે સશસ્ત્ર સેનાએ 3-મેના રોજ સ્પેશિયલ એક્ટિવિટીઝ કરવાની યોજના બનાવી છે. આ દરમિયાન ભારતીય વાયુસેના જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી કેરળના તિરૂવનંતપુરમ સુધી અને અસમના ડિબ્રૂગઢથી ગુજરાતના કચ્છ સુધી ફ્લાઈ પાસ્ટ કરશે.

જણાવી દઈએ કે, અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર સમગ્ર દેશવાસીઓએ તાળી પાડી, થાળી વગાડી અને શંખનાદ કરવા ઉપરાંત દીવા પ્રગટાવી કોરોના યોદ્ધાઓનું સમ્માન કર્યું હતું.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના પર કાબૂ ક્યારે? 24 કલાકમાં સૌથી વધુ 2,293 નવા કેસ, દેશમાં કુલ 1218ના મોત