Gujarat Exclusive > ગુજરાત > ભારતીય વાયુસેનાનું વિમાન ઓક્સીજનના બે ખાલી કંટેનર ટ્રક લઇને જામનગર પહોચ્યું, રિલાયન્સ મહારાષ્ટ્રને કરશે મદદ

ભારતીય વાયુસેનાનું વિમાન ઓક્સીજનના બે ખાલી કંટેનર ટ્રક લઇને જામનગર પહોચ્યું, રિલાયન્સ મહારાષ્ટ્રને કરશે મદદ

0
62

જામનગર: દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. બીજી તરફ ઓક્સીજનની કમીને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ભારતીય વાયુસેનાના એક સી-17 વિમાને લિક્વિડ ઓક્સીજનના બે ખાલી કંટેનર ટ્રકોને પૂણેથી જામનગર મોકલી છે. જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાંથી ઓક્સીજન ભરીને આ બે ટેન્કર મુંબઇ જવા રવાના થશે અને મહારાષ્ટ્રમાં હોસ્પિટલોને ઓક્સીજન પુરૂ પાડવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે બે ખાલી ઓક્સીજન ટેન્કર પુણેથી વાયુસેનાના માલવાહક વિમાન દ્વારા જામનગર મોકલ્યા હતા. વાયુસેનાનાના માલવાહક વિમાન 15 ટન ક્ષમતાના બે ખાલી ઓક્સીજન ટેન્કર લઇને પુણેથી જામનગર પહોચ્યા હતા અને બે અન્ય ટેન્કર લઇને બીજી ઉડાન પણ ભરશે. અધિકારીઓએ જણાવ્યુ કે ભરેલા ટેન્કર રસ્તા માર્ગથી આવશે કારણ કે ઓક્સીજન સુરક્ષા કારણોને કારણે વિમાનમાં નથી લાવી શકાતા.

મહારાષ્ટ્રની મદદ માટે આગળ આવ્યા મુકેશ અંબાણી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોરોના વિરૂદ્ધ લડાઇમાં મદદ કરતા જામનગર રિફાઇનરીમાંથી મહારાષ્ટ્રને મફત ઓક્સીજનનો પુરવઠો આપવાનો શરૂ કરી દીધો છે. ઓક્સીજનનો આ પુરવઠો જામનગર સ્થિત રિફાઇનરીમાંથી આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સે પોતાની જામનગર રિફાઇનરીમાંથી મહારાષ્ટ્રને ઓક્સીજનનો પુરવઠો આપવાનું શરૂ કર્યુ છે. જામનગરમાં રિલાયન્સની બે રિફાઇનરી છે અને થોડા બદલાવ બાદ અહી ઇન્ડ્રસ્ટિયલ ઓક્સીજનને મેડિકલમાં ઉપયોગ થતા ઓક્સીજનના રૂપમાં બદલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: કોરોના: ઓક્સિજન સંકટ વચ્ચે દેશમાં 3 લાખ 46 હજાર નવા કેસ, 2624 લોકોના મોત

આ પહેલા મહારાષ્ટ્રના શહેરી વિકાસ અને પીડબલ્યૂડી મંત્રી એકનાથ શિંદેએ ટ્વીટ કરતા જણાવ્યુ હતું કે જામનગર એકમ મહારાષ્ટ્રને મફત 100 મેટ્રીક ટન વધારાના ઓક્સીજનનો પુરવઠો પુરો પાડશે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સ્થિતિ ખરાબ થઇ રહી છે. હોસ્પિટલોમાં ઓક્સીજન સિલિન્ડર અને બેડની ભારે કમી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat