સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ગયુ છે. ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ભારતીય અંડર-19 મહિલા ટીમે ઇતિહાસ રચ્યો હતો. શેફાલી વર્માની આગેવાનીમાં ભારતે અંડર-19 ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો.
Advertisement
Advertisement
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતીને પ્રથમ ઇંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 17.1 ઓવરમાં 68 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પડકારને મેળવી લીધો હતો. ભારત આ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ દેશ બની ગયો છે. ફાઇનલમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારત તરફથી સાધુ, દેવી અને ચોપરાએ 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે મન્નત, શેફાલી અને યાદવે 1-1 વિકેટ ઝડપી હતી. તિતસ સાધુએ ચાર ઓવરમાં માત્ર 6 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અર્ચના દેવીએ ત્રણ ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી જ્યારે પાશ્વી ચોપરાએ ચાર ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
BCCI મહિલા ટીમને પાંચ કરોડનું ઇનામ આપશે
શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય અંડર-19 મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. બીસીસીઆઇના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે મહિલા ટીમ અને તેના સહયોગી સ્ટાફને આ ભવ્ય વિજય માટે પાંચ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
Advertisement