Gujarat Exclusive > દેશ-વિદેશ > 70 વર્ષ જૂનો નિઝામ ફંડ કેસ, પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યા કરોડો રુપિયા

70 વર્ષ જૂનો નિઝામ ફંડ કેસ, પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યા કરોડો રુપિયા

0
1111

હૈદરાબાદના નિઝામના પૈસા સાથે સંકળાયેલા એક 70 વર્ષ જૂના કેસમાં આખરે આજે ચુકાદો આવી ગયો છે. લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, બ્રિટનમાં હાઈકમિશનને 35 મિલિયન પાઉન્ડ (325 કરોડ રુપિયા) પોતાના ભાગ તરીકે આપ્યાં છે. આ રકમ 20 સપ્ટેમ્બર 1948થી નેશનલ વેસ્ટમિન્સ્ટર બેંક એકાઉન્ટમાં 20 સપ્ટેમ્બર 1948થી અટક્યો હતો. પાકિસ્તાન પર આજ રુપિયા પર પોતાનો દાવો કરી રહ્યું હતું.

ગત વર્ષે ઓક્ટોબરમાં હાઈકોર્ટે ભારત અને મકર્રમ જાહ (હૈદરાબાદના 8માં નિઝામ)ના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. મુકર્રમ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ પાકિસ્તાન વિરૂદ્ધ લંડન હાઈકોર્ટમાં છેલ્લા 6 વર્ષથી આ કેસ લડી રહ્યાં છે. બેંકે પહેલા જ આ રુપિયા કોર્ટને ટ્રાન્સફર કરી દીધા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાને પણ ભારત સરકારને 2.8 મિલિયન ડોલર (26 કરોડ રુપિયા) ચૂકવ્યા છે. આ ભારત દ્વારા લંડન હાઈકોર્ટમાં આ કેસ પર આવેલ 65 ટકા કાનૂની ખર્ચ છે. બાકી બચેલા ખર્ચ જે ભારતે ભર્યો છે. લંડનમાં એક ડિપ્લોમેટે જણાવ્યું કે, પાકિસ્તાને પૂરા પૈસા ચૂકવી દીધા છે.

8માં નિઝામના વકીલે જણાવ્યું કે, તેમના ક્લાઈન્ટને પોતાના હિસ્સાના રુપિયા અને કેસ લડવા પાછળ થયેલા 65 ટકા ખર્ચો પણ મળી ગયો છે. જણાવી દઈએ કે, ભારતને મળેલા 35 મિલિયન (325 કરોડ રુપિયા) ઘણી મોટી રકમ માનવામાં આવી રહી છે. હવે આ રુપિયા નવી દિલ્હી મોકલવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?
70 વર્ષ જૂના વિવાદ 1 મિલિયન પાઉન્ડ અને 1 ગિન્નીનો છે. જે 20 સપ્ટેમ્બર, 1948ના હૈદરાબાદ સરકારને તત્કાલીન નાણામંત્રી મૉઈન નવાજ જંગે મોકલ્યા હતા. જે બાદ આ રુપિયા હૈદરાબાદ રાજ્યના તત્કાલીન નાણામંત્રીએ બ્રિટનમાં તત્કાલીન પાકિસ્તાન હાઈ કમિશ્નર હબીબ ઈબ્રાહિમ રહીમતુલ્લાને ટ્રાન્સફર થયા. આ ઘટના હૈદરાબાદ રાજ્યને પોતાના કબ્જામાં લેવાના સમયે ઘટી હતી, ત્યારથી આ રકમ વધીને 35 મિલિયન પાઉન્ડ થઈ ગઈ છે. ભારતે આ રુપિયા પર પોતાનો દાવો કરતા જણાવ્યું કે, 1965માં નિઝામે આ રુપિયા ભારતને આપ્યા હતા.

AGR કેસ: ટેલિકૉમ કંપની અને સરકારથી સુપ્રીમ કોર્ટ નારાજ, ફટકારી નોટિસ