Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > મોટેરાને ભેટ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ રમશે ભારત

મોટેરાને ભેટ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ રમશે ભારત

0
345

અમદાવાદ: વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં બનીને તૈયાર થઇ ગયુ છે. 110,000 દર્શકોની ક્ષમતા ધરાવતા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી હાજર હશે પરંતુ ક્રિકેટ પ્રેમીઓએ આ મેદાન પર રમતની મજા માણવા માટે થોડી રાહ જોવી પડશે. જોકે, આ રાહ પણ ખાસ હશે. સુત્રો અનુસાર, મોટેરા જલ્દી ડે-નાઇટ ટેસ્ટની યજમાની કરશે.

બીસીસીઆઇએ નિર્ણય કર્યો છે કે ભારતીય ટીમ આગામી એક વર્ષમાં બે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. જેમાંથી એક ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ ભારતમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં રમાશે. રવિવારે યોજાયેલી બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આવતા વર્ષે થશે આયોજન

ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડની ટીમની યજમાની પિંક બોલ ટેસ્ટ એટલે કે ડે-નાઇટ ટેસ્ટ મેચમાં કરશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે, જ્યારે આ પહેલા ભારતીય ટીમ ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેના જ દેશમાં પિંક બોલ ટેસ્ટ મેચમાં ભાગ લેશે. 2018-19ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બીસીસીઆઇએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પિંક બોલ ટેસ્ટના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો પરંતુ હવે ખુદ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે.

ઇડન ગાર્ડન કરી ચુક્યુ છે યજમાની

ભારતીય ક્રિકેટ ટીમ લાંબા સમય બાદ ગત વર્ષે પ્રથમ વખત પોતાના ઘરેલુ મેદાન પર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. અત્યાર સુધી એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે. ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ વિરૂદ્ધ પિંકબોલ ટેસ્ટમાં પગ મુક્યો હતો, તે મુકાબલામાં ભારતીય ટીમે ઘણી આસાનીથી તે મેચને પોતાના નામે કરી હતી.

સચિન તેંડુલકરે જીત્યો લોરેસ 20 સ્પોર્ટિગ મોમેન્ટનો એવોર્ડ