નવી દિલ્હી: ભારત પ્રથમ વખત MotoGP રેસનું આયોજન કરવા જઈ રહ્યું છે.
Advertisement
Advertisement
આ રેસ વર્ષ 2023માં યુપીના ગ્રેટર નોઈડામાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાશે. અગાઉ અહીં ફોર્મ્યુલા 1 ઈન્ડિયન ગ્રાંડ પ્રીક્સ યોજાઈ ચૂકી છે.
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે રમત ક્ષેત્રે આ એક ઐતિહાસિક દિવસ હશે.
ભારતના રસ્તાઓ પર લગભગ 200 મિલિયન મોટરસાઇકલ છે, જે કુલ વાહનોની સંખ્યાના 75 ટકા છે.
રમતના વ્યવસાયિક અધિકારો સ્પોર્ટ્સ કંપની ડોર્ના પાસે છે. કંપનીના સીઈઓ કાર્મેલો એઝપેલેટે કહ્યું કે ભારતમાં અમારા ઘણા ચાહકો છે અને અમે તેમના માટે આ રેસ અહીં લાવવા માટે ઉત્સાહિત છીએ.
ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસને રમતના સમયપત્રકમાંથી બાકાત રાખવામાં આવે તે પહેલાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટે 2011 થી 2013 દરમિયાન ફોર્મ્યુલા 1 રેસનું આયોજન કર્યું હતું.
Advertisement