નવી દિલ્હી: ભારત 8થી 10 સપ્ટેમ્બર 2023 વચ્ચે નવી દિલ્હીમાં G20 લીડર્સ સમિટ (G20 Summitt) ની યજમાની કરશે. 1 ડિસેમ્બર 2022થી લઇને 30 નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતા ભારત અંતર્ગત થશે. આ અધ્યક્ષતા દરમિયાન ભારતમાં 200થી વધારે જી-20 બેઠક (G20 Summitt) ની યજમાની કરવાની આશા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે નિવેદન જાહેર કર્યુ છે.
Advertisement
Advertisement
G20 ગ્રુપ ઓફ ટ્વેન્ટી, વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું એક અંતર-સરકારી મંચ છે. જેમાં 19 દેશ (આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યૂકે, યૂએસએ) અને યૂરોપીય સંઘ (ઇયૂ) સામેલ છે.
ભારત છે ટ્રોઇકાનો ભાગ
સામૂહિક રીતે G20ના વૈશ્વિક GDPના 85%, આંતરરાષ્ટ્રીય વેપારના 75% અને વિશ્વની બે તૃતીયાંશ વસ્તી ધરાવે છે, જે તેને આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે એક મુખ્ય પ્લેટફોર્મ બનાવે છે. ભારત હાલમાં G20 Troika (વર્તમાન, ભૂતકાળ અને આગામી G20 પ્રેસિડન્સી)નો ભાગ છે જેમાં ઇન્ડોનેશિયા, ઇટાલી અને ભારતનો સમાવેશ થાય છે. આપણી અધ્યક્ષતા દરમિયાન ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝીલ આ ત્રણેયનું નિર્માણ કરશે. આ પ્રથમ વખત હશે જ્યારે ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ દેશ અને ઉભરતી અર્થવ્યવસ્થા સામેલ થશે, જે એક મોટુ પ્લેટફોર્મ પ્રદાન કરશે.
મહેમાન દેશોને આમંત્રિત કરવામાં આવશે
G20 સભ્યો સિવાય G20 પ્રેસીડેન્સી દ્વારા કેટલાક મહેમાન દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠન (IOs)ને G20 બેઠકો અને શિખર સમ્મેલનમાં આમંત્રિત કરવાની પરંપરા રહી છે. નિયમિત આંતરરાષ્ટ્રીય સંગઠન (યૂએન, IMF, વર્લ્ડ બેન્ક, WHO, ILO, FSB, અને IOCD) અને ક્ષેત્રીય સંગઠનો (એયૂ, ઓડા-નેપાડ અને આસિયાન)ના અધ્યક્ષોમાં સિવાય, ભારત અતિથિ દેશના રૂપમાં બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇઝીરિયા, ઓમાન, સિંગાપુર, સ્પેન અને સંયુક્ત અરબ અમીરાતના રૂપમાં આમંત્રીત કરશે. સાથે જ ભારત ISA (આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન), સીડીઆરઆઇ અને એડીબી (એશિયન વિકાસ બેન્ક)ને મહેમાન આઇઓના રૂપમાં આમંત્રિત કરશે.
Advertisement