5 જાન્યુઆરીથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ India vs England Virat Kohli Rohit Sharma
નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી ચેન્નઈમાં રમાશે. આ સીરીઝ પહેલા સોમવારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પ્રથમ વખત આઉટડોર સેશનમાં ભાગ લીધો. ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓને 6 દિવસના ક્વારન્ટાઇન પીરિયડમાંથી પસાર થવું પડ્યું. ત્યાર બાદ થયેલા કોવિડ-19 ટેસ્ટમાં તમામ ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને આઉટડોર સેશનની મંજૂરી મળી. India vs England Virat Kohli Rohit Sharma
2 ફેબ્રુઆરી એટલે કે મંગળવારથી બંને ટીમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઇ શકશે. સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા લાંબા સમય પછી સાથે મેદાનમાં જોવા મળ્યા. બંને લાંબા સમય પછી ટીમ ઇન્ડિયા માટે કોઈ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ્યાં સુધી વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે સંકળાયેલો હતો, ત્યાં સુધી રોહિત ઇન્જરીના કારણે ટીમ ઇન્ડિયાથી બહાર હતો. રોહિતની વાપસી પહેલા વિરાટ કોહલી પેટરનિટી લીવ પર દેશમાં પરત ફર્યો હતો. India vs England Virat Kohli Rohit Sharma
પ્રથમ ટેસ્ટ શુક્રવારથી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ પણ અહીં જ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમે મંગળવારે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી નેટ સેશનમાં ભાગ લીધો હતો. ઇંગ્લેન્ટ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા મુજબ ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ શહેરમાં પહોંચ્યા બાદ મંગળવારે બપોરે 2 વાગ્યાથી ટ્રેનિંગ શરૂ કરી શકશે.
Out and about at The Chepauk after 6 days of quarantine.#TeamIndia pic.twitter.com/mt7FShNFrb
— BCCI (@BCCI) February 1, 2021
આ પણ વાંચો: IND vs ENG: મોટેરામાં રમાનારી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ જોવા PM મોદી -શાહ પણ આવી શકે છે
ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ સીરિઝનો કાર્યક્રમ India vs England Virat Kohli Rohit Sharma
તારીખ | મેચ | સ્થળ |
5-9 ફેબ્રુઆરી | પ્રથમ ટેસ્ટ | ચેન્નઈ |
13-17 ફેબ્રુઆરી | બીજી ટેસ્ટ | ચેન્નઈ |
24-28 ફેબ્રુઆરી | ત્રીજી ટેસ્ટ | અમદાવાદ |
4-8 માર્ચ | ચોથી ટેસ્ટ | અમદાવાદ |
12-માર્ચ | પ્રથમ T-20 | અમદાવાદ |
14-માર્ચ | બીજી T-20 | અમદાવાદ |
16-માર્ચ | ત્રીજી T-20 | અમદાવાદ |
18-માર્ચ | ચોથી T-20 | અમદાવાદ |
20-માર્ચ | પાંચમી T-20 | અમદાવાદ |
23-માર્ચ | પ્રથમ વન-ડે | પૂણે |
26-માર્ચ | બીજી વન-ડે | પૂણે |
28-માર્ચ | ત્રીજી વન-ડે | પૂણે |