હવે ભારતમાં ડિજિટલ યુનિવર્સિટી આકાર લેશેઃ શિક્ષકોનો ઓનલાઈન વર્કલોડ ગણાશે ગુજરાત યુનિવર્સિટીના એજ્યુકેશનલ મલ્ટી મીડિયા રિસર્ચ સેન્ટર દ્વારા યોજાયેલા નેશનલ સેમિનારમાં ડો.જગત ભુષણ નડ્ડાએ કહ્યું કે, દેશમાં હવે સેન્ટ્રલ ડિજિટલ યુનિવર્સિટી આકાર લેવા જઈ રહી છે ત્યારે ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ કન્ટેન્ટનો વ્યાપ વધશે અને હવે ભવિષ્યની જ આ જ માંગ છે. ભારત સરકાર દ્વારા આગમી સમયમાં દેશમાં ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના માટે વિચારણ શરુ કરવામાં આવી છે અને તેનું બજેટ પ્લાનિંગ પણ થઈ રહ્યું છે. યુજીસી અને એઆઈસીટીઈ સહિતની તમામ નેશનલ રેગ્યુલેશન બોડીના સૂચનો સહયોગ સાથે દેશમાં ડિજિટલ યુનિવર્સિટી બનાવાશે, જેમાં ડિગ્રી-ડિપ્લોમા અને પીજી લેવલના વિવિધ કોર્સ ઓનલાઈન વિદ્યાર્થીઓ ભણી શકશે. યુજીસી હેઠળના કોન્સોર્ટિયમ એજ્યુકેશનલ કોમ્યુનિકેશનના ડિરેક્ટર ડો.જગતભુષણ નડ્ડાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં ડિજિટલ યુનિવર્સિટી શરુ થવા જઈ રહી છે ત્યારે દેશભરમાં ઈએમઆરસી સેન્ટરોની મહત્વની ભૂમિકા રહેશે. ડિજિટલ યુનિવર્સિટી માટેના ડિજિટલ કોર્સીસ-કન્ટેન્ટ ડેવલપમેન્ટની કામગીરી અત્યારથી જ દેશભરના ઈએમઆરસી સેન્ટરો દ્વારા શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અધ્યાપકો જે ઓનલાઈન ભણાવશે-ઓનલાઈન લેક્ચર આપશે તેઓના પણ ઓનલાઈન વર્કલોડ ધ્યાને લેવામાં આવશે. નેશનલ રેન્કિંગમાં ટોપ 100માં સ્થાન ધરાવતી કે નેકમાં એ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી હવે યુજીસીની મંજૂરી વગર ઓનલાઈન કોર્સ શરુ કરી શકશે.
Advertisement
Advertisement
Advertisement