Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વિશ્વગુરૂ ભારતે દુનિયાના સૌથી ભૂખ્યા દેશોની યાદીમાં કર્યો ‘વધુ વિકાસ’

વિશ્વગુરૂ ભારતે દુનિયાના સૌથી ભૂખ્યા દેશોની યાદીમાં કર્યો ‘વધુ વિકાસ’

0
1995

સરકાર વિભિન્ન પ્રકારની સામાજિક યોજનાઓ ચલાવીને મીડિયાના માધ્યમથી દેશના અંદર ભલે પ્રશંસા મેળવી લે, પરંતુ સામાજિક વિક્સાના મામલામાં ગાઉન્ડ રિપોર્ટ પ્રતિદિવસ ખરાબ થઇ રહ્યો છે. આ વાતની પુષ્ટી આ મહિના બહાર પડેલા ગ્લોબલ હંગર (ભૂખમરો) ઈન્ડેક્સે કરી છે, જે અનુસાર ભારત પોતાના પાછલા વર્ષના રેન્કિંગની સરખામણીમાં આ વર્ષે વધુ નીચેના સ્થાન પર જતું રહ્યું છે.

પાછલા વર્ષ (2018) 132 દેશો માટે રજૂ કરેલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન 103મું હતુ, જે આ વર્ષે (2019) 117 દેશો વચ્ચે 102મું છે. ભારત માટે શરમજનક વાત તે છે કે, તેની સ્થિતિ પડોશી દેશ- બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનથી પણ ખરાબ છે, જેમની અર્થવ્યવસ્થા ખુબ જ નાની છે અને જેમને ભારતની સરખામણીમાં વંચિત માનવામા આવે છે.

આજે અમે તમને આ લેખ દ્વારા સમજાવવાની કોશિષ કરીશું કે, ભારતના ગ્લોબર હંગર ઈન્ડેક્શ (જીએચઆઈ)માં પ્રતિવર્ષે નીચે જવાના શું ખરાબ પરિણામ હશે અને એવા ક્યા કારણ છે, જેના કારણે ભારતમાં ભૂખમરાની સ્થિતિ સુધરી રહી નથી?

સૌથી પહેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ અને તેને માપવાની રીતોને સમજવાની કોશિષ કરીએ.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સની અવધારણા

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ એક આંતરાષ્ટ્રી ધોરણ છે, જે વૈશ્વિક, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તર પર ભૂખમરાને વ્યાપક રીતે માપે છે. આ ઈન્ડેક્સના માધ્યમથી ભૂખમરાને વિભિન્ન દેશો, ક્ષેત્રો અને દેશની અંદર રાજ્યો વચ્ચે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે, જેથી આને પહોંચી વળવા માટે વિસ્તૃત રીતે નીતિ બનાવી શકાય. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ ચાર રીતોના આંકડા ભેગા કરે છે.

1. કુપોષણ (Undernourishment)- કુપોષણને તે રીતે માપવામા આવે છે કે, ટોટલ જનસંખ્યાનો કેટલો ભાગ ભોજન દ્વારા જરૂરી માત્રામાં ઉર્ઝા (કેલેરી) મેળવી રહ્યો છે.

2. બાળ કુપોષણ (Child Wasting)- બાળ કુપોષણ હેઠળ તે માપવામા આવે છે કે, પાંચ વર્ષ સુધીની ઉંમરના બાળકો શું પોતાની ઉંચાઈની સરખામણીમાં વજન ધરાવે છે.

3. બાળ વૃદ્ધિ (Child Stunting)- બાળ વૃદ્ધિને પણ પાંચ વર્ષ સુધી બાળકોમાં જ માપવામા આવે છે, જે હેઠળ તે દેખવામા આવે છે કે, આ ઉંમરના કુલ બાળકોમાં કેટલા બાળકો પોતાના જરૂરી સરેરાશ ઉંચાઇ સુધી પહોંચી શક્યા છે.

4. શિશુ મૃત્યુ દર (Child Mortality)- શિશુ મૃત્યુ દર હેઠળ તે માપવામા આવે છે કે, પાંચ વર્ષની ઉંમર પૂરી થાય તે પહેલા કેટલા બાળકોના મૃત્યુ થઇ ગયા.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ બનાવતી વખતે ઉક્ત ચારેય આંકડાઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને વિભિન્ન એજન્સીઓ- વર્લ્ડ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ), યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) અને વર્લ્ડ બેંક પાસેથી લેવામા આવે છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં પાછળ રહેવાના નકારાત્મક પરિણામો

ગ્લોબલ હંગર ઈન્ડેક્સના પહેલા પેરામીટરને દેખવામા આવે તો તે જણાવે છે કે, કુલ જનસંખ્યામાં કેટલા ટકા લોકો શરીરની જરૂરત પ્રમાણે જરૂરી માત્રામાં કેલરી ભોજન દ્વારા મેળવી શકી રહ્યાં નથી. આવા લોકો ઝડપી બિમાર થઇ થશે, જેથી તેમનું ઝડપી મૃત્યુ થવાની આશંકા રહેશે. આને આયુષ્ય (લાઈફ એક્સપેન્ટેન્સી એટ બર્થ)મા અસમાનતાથી સમજી શકાય છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સના બાકીના ત્રણ સ્ત્રોત બાળકોથી સંબંધિત છે. બાળકો સાથે સંબંધિત આંકડા દેશના ભવિષ્ય તરફ ઈશારો કરે છે. કોઈ દેશના બાળકોનું સ્વાસ્થ્ય અને તેમનું ગ્રોથ ઠીક નથી તો આનાથી સરળતાથી પૂર્વાનુમાન લગાવી શકાય છે કે, બાળકો જ્યારે મોટા થશે તો પણ તેમનું સ્વાસ્થ્ય સારૂ રહેશે નહીં. કેમ કે, બાળકોના ખરાબ સ્વાસ્થ્યની અસર તેમના માનસિક વિકાસ ઉપર પણ પડે છે, તેથી આવા આંકડાઓથી તે ખબર પડે છે કે, આ બાળકો ભવિષ્યમા શિક્ષણ ક્ષેત્રમાં પણ સારો દેખાવ કરી શકશે નહીં. આવા બાળકો નોકરી અને ધંધામા સફળ થશે કે નહીં તેના ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ બનેલો રહે છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સના આંકડાઓને ભારતના પરિપેક્ષ્યમાં જોવા પર ખબર પડે છે કે, દક્ષિણના રાજ્યા સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારે ઉત્તરના રાજ્યની સ્થિતિ ખરાબ રહી છે. આ ઈન્ડેક્સના બધા જ આંકડાઓને ભારતની જાતિ-વ્યવસ્થા સાથે જોડીને જોવાની પહેલા પણ કોશિષ થઇ છે. મોટાભાગે બધી જ રીતના આંકડાઓમાં પોષણની બાબતમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ વગેરેની સ્થિતિ વધારે ખરાબ રહી છે. ભૂખમરાનો આ સમુદાયો પર વ્યાપક પ્રભાવ પડશે, તેનુ સંભવિત અનુમાન ઉપર લગાવી ચૂક્યો છે. તમામ શોધથી પહેલા આ પહેલા જ સાબિત થઇ ચૂક્યું છે કે, ભારતમાં દલિતોનું આયુષ્ય ઓછુ છે, એટલે તેઓ અન્ય સમુદાયના લોકોની સરખામણીમા પહેલા મરી જાય છે. આ ઈન્ડેક્શન તે સમસ્યાના મૂળમાં જવા માટે મદદરૂપ થાય છે.

હંગર ઈન્ડેક્સમાં ભારત પાછળ કેમ?

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું પાછળ પડવાનું સીધુ કારણ તે છે કે, ભારત સરકાર આ સમસ્યાને પહોંચી વળવા માટે કાર્યક્રમ ચલાવી રહી છે, જોકે તે વ્યવસ્થિત રીતે કાર્ય કરી રહ્યું નથી. આ દિશામાં ભારત સરકાર પીડીએસ, આઈસીડીએસ અને મીડ-ડે (મધ્યાહન ભોજન) જેવા કાર્યક્રમ ચલાવી રહી છે. પીડીએસની જ અંદર અંત્યોદય અન્ન યોજના પણ આવે છે. આ યોજના પાછળનો હેતુ ગરીબ લોકોને સસ્તા દરે રાશન ઉપલબ્ધ કરાવવાનો છે. પીડીએસમાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામાન્ય રહી છે, તેથી સરકાર આને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરથી રિપ્લેસ કરી રહી છે.

આઈસીડીએસ મુખ્યત્વે બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે છે, જે હેઠળ તેમને મિનરલ અને વિટામિન યુક્ત પોષક આહાર આપવામા આવે છે. આ યોજનાનું ઉત્તર ભારતમાં ભ્રષ્ટાચારના કારણે બાળમૃત્યુ થયું છે, જેના કારણે પોષણયુક્ત આહાર માત્ર કાગળ પર જ રહી ગયું છે. અમલદારશાહી (અધિકારીઓ) અને રાજનેતાઓની મિલીભગતનું પરિણામ તે છે કે, પોષકયુક્ત આહારને પશુઓને ખવડાવવા માટે વહેંચી દેવા સુધીના સમાચાર આવ્યા છે.

શાળાએ જનારાઓ બાળકોમાં કુપોષણ ઓછુ કરવા માટે સરકારે મિડ-ડે મીલ યોજના ચાલૂ કરી છે, જે હેઠળ બાળકોને શાળામાં પાકુ ભોજન આપવાની જોગવાઇ છે. આ યોજના પણ કાચબાની સ્પીડે ચાલી રહી છે. આમા પણ ભ્રષ્ટાચાર, જાતિવાદ વગેરેની ફરિયાદ સામાન્ય છે.

ભારતની ઉપયુક્ત ખાદ્ય સુરક્ષા યોજનાઓ પર ડો ઈવિસા પેટ્રિકોવાએ સંશોધન કર્યો છે. ભારતની ઉક્ત યોજનાઓ ભ્રષ્ટાચાર, જાતિવાદ ભેદભાવ, અસ્પૃશ્યતા, કુપોષણ અને સ્વચ્છતાને લઇને જાગૃત્તાના અભાવના કારણે પોતાના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરી શકી રહી નથી. આ યોજનાઓને લાગૂં કરવામા અમલદારશાહી પર વધારે નિર્ભરતા પણ નુકશાન પહોંચાડી રહી છે. હંગર ઈન્ડેક્શનમા ભારત સતત પાછળ છૂટી રહ્યું છે તેનો અર્થ તે છે કે, આ યોજનાઓ અસફળ થઈ ગઇ છે અને તેમની સમીક્ષા કરવાની જરૂરત છે.

આ બધા કારણો ઉપરાંત વિશ્વ કૃષિ અને ખાદ્ય સંગઠન અનુસાર પર્યાવરણમાં ઝડપી રીતે થઇ રહેલા પરિવર્તન પણ વૈશ્વિક ભૂખમરાને વધારી રહ્યું છે.

કાશ્મીરમાં સંવિધાન હેઠળ મળેલા અધિકારોનો ખુલ્લેઆમ દુરૂપયોગ, શરતો પર જેલમાથી છૂટકારો