Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વાઈરસના નવા સ્ટ્રેનને ‘આઈસોલેટ’ કરવામાં ભારતને મળી સફળતા

કોરોના વાઈરસના નવા સ્ટ્રેનને ‘આઈસોલેટ’ કરવામાં ભારતને મળી સફળતા

0
133
  • બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને ‘આઈસોલેટ’ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યું ભારત Corona Virus New Strain

નવી દિલ્હી: ભારતે બ્રિટનમાં મળી આવેલા કોરોના વાઈરસના નવા સ્ટ્રેન (Corona Virus New Strain) સોર્સ-કોવ-2નો ‘કલ્ચર ટેસ્ટ’ કરી લીધો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દાવો કર્યો છે કે, કોરોના વાઈરસના નવા સ્ટ્રેનને (Corona Virus New Strain) ભારતે સફળતા પૂર્વક ‘કલ્ચર ટેસ્ટ’ કરીને ‘આઈસોલેટ’ કરી લીધો છે. જેનાથી કોરોનાના આ નવા સ્ટ્રેનની સારવાર કરવામાં સરળતા રહેશે. Corona Virus New Strain

ICMRનું કહેવું છે કે, આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ICMR દ્વારા ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધી કોઈ પણ દેશે બ્રિટનમાં મળી આવેલા સાર્સ-કોવી-2ના નવા સ્ટ્રેનને (Corona Virus New Strain) કલ્ચર કે આઈસોલેટ નથી કર્યો. બ્રિટનમાં સામે આવેલ નવા સ્ટ્રેનને (UK Corona Virus New Strain) તમામ સ્વરૂપો સાથે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીમાં હવે સફળતાપૂર્વક ‘કલ્ચર’ અને ‘આઈસોલેટ’ કરી દેવામાં આવ્યા છે. આ માટે બ્રિટનથી પરત ફરેલા લોકોના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. Corona Virus New Strain

આ પણ વાંચો:  બાકરોલ નજીક કાર કંપનીના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા, ₹ 6 લાખના 11 સાઈલેન્સરની ચોરી

ઉલ્લેખનીય છે કે, બ્રિટને તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, અહીંના લોકોમાં વાઈરસનો એક નવો સ્ટ્રેન (UK Corona Virus New Strain) મળી આવ્યો છે. જે વધારે ખતરનાક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, સાર્સ-કોવી-2ના કોરોના વાઈરસના આ નવા સ્ટ્રેનથી (Corona Virus New Strain) ભારતમાં અત્યાર સુધી 29 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9