Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાનો ખૌફ: ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર લગાવી રોક

કોરોનાનો ખૌફ: ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર લગાવી રોક

0
366

નવી દિલ્હી: કિલર કોરોના મહામારીથી બચવા માટે વિશ્વના દેશો પોત-પોતાની બોર્ડરો સીલ કરી રહ્યાં છે. ભારતમાં પણ કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. જેને પગલે ભારતે જમીન અને આકાશ બન્ને પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિદેશથી આવનારી તમામ ફ્લાઈટોને પણ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.

ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર મૂકવામાં આવેલો પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઈન્ટરનેશનલ ફ્લાઈટો 14 એપ્રિલ સુધી ભારતમાં નહીં ઉડી શકે. આ નિયમ આંતરરાષ્ટ્રીય કાર્ગો વહન કરતી ફ્લાઈટો પણ લાગૂ નહીં થાય.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઈટો પર રોક લગાવી છે. આજ રીતે રેલવે સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે. કોઈ પણ રાજ્માં અવરજવર કરતા તમામ ટ્રાન્સપોર્ટ સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે.

કોરોના સંકટ: હવે ઘરે બેઠા મળશે જરૂરી દવાઓ, સરકારે હોમ ડિલિવરીની આપી મંજૂરી