Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ‘ચીન-પાકિસ્તાન પાસેથી મદદ મળે તો પણ ભારતને ઠૂકરાવવી જોઈએ નહીં’

‘ચીન-પાકિસ્તાન પાસેથી મદદ મળે તો પણ ભારતને ઠૂકરાવવી જોઈએ નહીં’

0
56

ભારતના ભૂતપૂર્વ રાજદૂત, લેખક અને પૂર્વ રાજ્યસભા સાંસદ પવન કે. વર્માએ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં કોરોનાને લઈને વર્તમાનમાં ઉદ્દભવેલી સ્થિતિ પાછળના કારણો અને વિદેશથી મળી રહેલી સહાયતા અંગે કેટલીક ચર્ચાઓ કરી હતી.

તેઓએ પાકિસ્તાન અને ચીન જેવા દેશો પાસેથી મદદ લેવાને લઈને કહ્યું કે, મારા વિચાર પ્રમાણે પાકિસ્તાન જે પોતે ઝડપી ફેલાઈ રહેલી મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, તે તેવી સ્થિતિમાં નથી કે આપણી મદદ કરી શકે. ના ચીન પોતાની મદદની રજૂઆતને લઈને વાસ્તવિક છે- પરંતુ હું એક જરૂરી વાત કરવા માંગીશ કે, જ્યારે તમારૂ ઘર સળગી રહ્યું હોય ત્યારે કોઈપણના પાણીની મદદને અસ્વીકાર્ય કરતા નથી. આપણે દરેક મદદનું મૂલ્યાંકરણ તેના ગુણના આધારે કરવું જોઈએ. એવું નથી કે, વર્તમાનમાં આપણું ચીન સાથે ઠોસ વ્યાપારીક સંબંધ નથી. બોર્ડર પર તણાવ અને ચીનની ભારત પર હાવી થવાની કોશિશ છતાં પણ તે આપણું મુખ્ય આર્થિક ભાગીદાર છે. તેથી જો ચીન તત્કાલ મદદ, મેડિકલ સપ્લાઈ અને વેક્સિનનો કાચો માલ આપવાની સ્થિતિમાં છે તો આપણે તેનું સ્વાગત કરવું જોઈએ. હાલમાં આપણે આપણા લક્ષ્યને લઈને સ્પષ્ટ હોવું જોઈએ. આપણો લક્ષ્ય છે કે, આપણે દેશમાં વર્તમાન સંકટને ઓછો કરીએ. લોકો ઓક્સિજન અને મેડિકલ સપ્લાઇની અછતના કારણે મોટી સંખ્યામાં મરી રહ્યાં છે. આપણે તે સંકટને રોકવું પડશે અને પોતાના લોકોની મદદ કરવી પડશે. તે માટે કોઈ પણ મદદ ઉપયોગી છે અને તેનો પ્રયોગ થવો જોઈએ.

પવન કે. વર્માને પૂછવામાં આવ્યું કે, જર્મની અને યૂકે સાથે આપણા સંબંધ મજબૂત છે, તેઓ મદદ માટે સામે આવ્યા છે. આપણે તેમની તરફ પહેલા પહેલ કેમ કરી નહીં? એવું માનવામાં આવી રહ્યું છે કે, આપણે યૂકેના પ્રાઈવેટ પ્લેયર્સની મદદ રજૂઆતને ઠૂકરાવી દીધી હતી.

ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આપતા તેમને કહ્યું કે, મને લાગતું નથી કે, આપણી સરકાર બીજી લહેરની ક્રૂરતા માટે આંતરિક રૂપથી તૈયાર હતી. તેથી બીજા દેશોની મદદ લેવામાં અમારી કોશિશ- જે જરૂરી હતી- સુસ્ત, નજરઅંદાજ અને અનુપસ્થિત રહી. જો આપણે દેશમાં પહેલાથી નિર્ધારિત ટાર્ગેટના હિસાબથી આવશ્યક સંખ્યામાં ઓક્સિજન પ્લાન લગાવ્યા હોત તો આપણે બીજા દેશો પાસે મદદ માંગવા માટે કેમ જતા?(કેમ કે આપણે ફાર્મેસી ઓફ વર્લ્ડ ગણાવવામાં અનુભૂતિ લે છે) જે દેશ પહેલાથી અનુમાન લગાવી લેતો જે ના માત્ર આંતરિક રૂપથી તૈયારીને વેગ આપતો પરંતુ સાથે-સાથે તે યોગ્ય સમયે બીજા દેશો પાસે મદદની માંગ પણ કરી દેતું.

પવન કે. વર્માને પૂછવામાં આવ્યું કે, રાષ્ટ્રીય કટોકટી અને વિદેશી સહાય પર નિર્ભરતાને ધ્યાનમાં લઈને તમે ભારતની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનું કેવી રીતે વર્ણન કરશો?

આ પ્રશ્નનો જવાબ આપતા તેમનને કહ્યું, મને લાગે છે કે, અનેકલ દેશ પોતાના વિકાશીલતાના આધાર પર જરૂરી પગલા ભરશે જેથી ભારતમાંથી આ મહામારી તેમના દેશમાં પ્રવેશ ના કરી શકે, જેમ કે અસ્થાઇ રૂપથી બોર્ડર સીલ કરવામાં આવશે. જે વ્યવહારિક પણ છે. પરંતુ મને તે વાતની ખુશી છે કે, ભારતની સહાયતા માટે આટલે દેશ સામે પણ આવી રહ્યાં છે. ભારતે બધી જ વિનમ્રતા સાથે તેમની મદદને સ્વીકાર કરવી જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat