Gujarat Exclusive > દેશ-વિદેશ > લદ્દાખમાં LACને લઇને ચીનના દાવાને ભારતે ફગાવ્યો, તણાવ વધવાના અણસાર

લદ્દાખમાં LACને લઇને ચીનના દાવાને ભારતે ફગાવ્યો, તણાવ વધવાના અણસાર

0
101

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ વધી શકે છે. મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતે ક્યારેય પણ 1959માં એકપક્ષીય તરીકે વ્યાખ્યાયિત લાઇન ઓફ કન્ટ્રોલ (LAC)ને ક્યારેય સ્વીકાર્યું નહીં, જે વલણ સતત ચાલુ રહ્યું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તે અંગે ચીનને પણ ખબર છે.

ભારતે એમ પણ જણાવ્યું હતું કે પાડોશી દેશ તથાકથિત સરહદની એકપક્ષીય અર્થઘટનથી બચે. પૂર્વી લદ્દાખમાં લગભગ પાંચ મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બીજિંગે LACની કલ્પના અંગેના 1959ના તેના વલણને માને છે. ચીનના નિવેદન પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ મુદ્દે મીડિયાના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ભારતે ક્યારેય પણ 1959માં એકપક્ષિય તરીકે વ્યાખ્યાયિત તથાકથિત લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)નો સ્વીકાર કર્યો નથી. આ સ્થિતિ જાળવી રાખવામાં આવી છે અને ચીની પક્ષ સહિત દરેક તેનાથી વાકેફ છે.

આ પણ વાંચો: Army સાથે ઠગાઈ, છેલ્લા 6 વર્ષમાં 960 કરોડનો ખરાબ દારુગોળો પધરાવાયો

અગાઉ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયાએ પૂર્વ લદ્દાખમાં ચીન સાથેની સરહદ પર લાંબા સમયથી ચાલી આવતા તણાવના સંદર્ભમાં જણાવ્યું હતું કે આપણી ઉત્તર સરહદ પર વર્તમાન સુરક્ષા દૃશ્ય અસહજ છે જ્યાં “ના યુદ્ધ ના શાંતિ”ની સ્થિતિ છે. ભદૌરીયાએ જણાવ્યું હતું કે વાયુસેનાએ પરિસ્થિતિ પર તરત પ્રતિક્રિયા આપી છે અને તે વિસ્તારમાં કોઈપણ “દુસ્સાહસ” નો જવાબ આપવા માટે કટિબદ્ધ છે.

તેમણે ઉમેર્યું કે અમારી ઉત્તર સરહદ પર હાલનો સુરક્ષા દૃશ્ય એક અસહજ છે, ના યુદ્ધ ના શાંતિની સ્થિતિ છે. જેમ કે તમે જાણો છો કે અમારા સુરક્ષા દળો કોઈપણ પડકારનો સામનો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.