Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના વૅક્સીનેશનની તડામાર તૈયારીઓ, PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

દેશમાં કોરોના વૅક્સીનેશનની તડામાર તૈયારીઓ, PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

0
101

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરીને કોરોનાની (Corona Virus) વર્તમાન સ્થિતિ અને વેક્સીનેશન અભિયાનને (Covid-19 Vaccination Drive) લઈને ચર્ચા કરશે.

તાજેતરમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI) દ્વારા દેશમાં જ ડેવલોપ કરવામાં આવેલી વેક્સીનના (Corona Vaccine) ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાનની દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે આ પ્રથમ બેઠક હશે. કોરોના કાળ દરમિયાન વડાપ્રધાને અનેક વખત મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો છે.

ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલ કોરોના વૅક્સીનેશન ડ્રાઈવને (Corona Vaccination Drive) લઈને વ્યાપક અભિયાનની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત શુક્રવારે સમગ્ર દેશમાં ડ્રાય રન પણ કરવામાં આવ્યું હતું.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા દ્વારા ડેવલોપ કરવામાં આવેલ કોરોના વૅક્સીન (Covid-19 Vaccine) કોવિશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા ડેવલોપ કરવામાં આવેલી સ્વદેશી વૅક્સીન કોવેક્સીનને દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે.

આ પણ વાંચો:  PM KISAN: 20 લાખથી વધુ અયોગ્ય લાભાર્થીઓને મળ્યા ₹ 1364 કરોડ, RTIમાં થયો ખુલાસો

અગાઉ વડાપ્રધાન મોદીએ (PM Modi) શનિવારે એક હાઈલેવલ બેઠક કરીને દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને વૅક્સીનેશન અભિયાનને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવાયુ છે કે, વડાપ્રધાને કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં આગામી લોહડી, મકર સંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને વિસ્તૃત સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોના વૅક્સીનેશન ડ્રાઈવ 16 જાન્યુઆરી, 2021થી શરૂ કરવામાં આવશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9