Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં નાગરીકોના ખિસ્સામાંથી 20 લાખ કરોડ સેરવી લીધા : કોંગ્રેસ

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં નાગરીકોના ખિસ્સામાંથી 20 લાખ કરોડ સેરવી લીધા : કોંગ્રેસ

0
54
  • પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એકસાઇઝ વધારો ઝીંકયો

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકીને દેશની 130 કરોડ અને ગુજરાતની 6 કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે. ‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી જીતી સત્તા મેળવનારી મોદી સરકાર – કેન્દ્ર સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી હોવાનો વિગતો સાથે વડોદરા ખાતે જનસંપર્ક અભિયાન પત્રકાર પરિષદમાં ડો.મનીષ દોષીએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વિક્રમજનક વધારો કરીને સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં બેફામ નફાખોરી કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં 73 વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે. છેલ્લાં 7 વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ.9.20 પ્રતિ લિટર (મે-2014) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. 32.98 કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ 23.78 અથવા તો. 258 ટકાનો વધારો કર્યો છે. જ્યારે તે જ પ્રમાણે ડિઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. 3.46 (મે-2014)થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. 37.83 કરી દીધી છે. એટલે કે, પ્રતિ લિટર રૂ. 28.37નો અથવા તો 820 ટકાનો વધારો કર્યો છે. એ પણ તેવી પરિસ્થિતિમાં કે જ્યારે ફ્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 110 અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ 50 અમેરિકી ડોલર થયા છે.

આ પણ વાંચો: ડો. આંબેડકરની પ્રતિમા આગળ ગંદકીનો મુદ્દો: ફરિયાદીને 15 દિવસમાં રજૂઆત કરવા આયોગનું અલ્ટીમેટમ


કેન્દ્ર સરકાર નક્કી કરેલા ભાવ વધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-2014થી જાન્યુઆરી-2021 સુધીમાં પેટ્રોલ 52. 258 ટકા અને ડીઝલ પર 820 ટકા જેટલો મોટો ભાવ વધારો ઝીંકી દીધો છે. દેશના નાગરિકોને પેટ્રોલ-ડિઝલ સહિત ઈંધણમાં સબસીડી રૂપે 2004-2005થી વર્ષ 2019-20 એટલે કે, 15 વર્ષના 10,99,234 કરોડની સામે હિન્દુસ્તાનના નાગરિકો પાસે 2014-15 થી વર્ષ 2021 સુધીમાં વિવિધ કરવેરા પેટે રૂ. 20,90,777 કરોડ જેટલી માતબર રકમની લુટ ચલાવવામાં આવી છે.

ડો. મનીષ દોષીએ ભૂતકાળ અને પ્રવર્તમાન ભાવોની તુલના કરતા ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષ 2013માં ક્રુડનો ભાવ અમેરીકન ડોલર 109 હતો ત્યારે દેશના નાગરિકોને રૂ.74/- માં મળતુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષ 2021માં ક્રુડનો ભાવ 50/- અમેરીકન ડોલર જેટલો અતિ તળીયે હોવા છતાં હિન્દુસ્તાનના નાગરિકો પાસેથી રૂ. 82 પ્રતિ લીટર જેટલો વસૂલવામાં આવી રહ્યો છે. જીડીપી(GDP) વધારવામાં અને આર્થિક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલી કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ગેસ-પેટ્રોલ-ડીઝલ(GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે તેવી માંગણી તેમણે કરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

(પ્રતિકાત્મક તસવીર)