Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પાકિસ્તાનની નાપાક હરકત : પોરબંદરની બોટ પર ફાયરિંગ કરતા એક ખલાસી ઘાયલ

પાકિસ્તાનની નાપાક હરકત : પોરબંદરની બોટ પર ફાયરિંગ કરતા એક ખલાસી ઘાયલ

0
117
  • પાકિસ્તાન મેરી ટાઇમ સિક્યુરિટી એજન્સીની નાપાક હરકત
  • IMBL નજીક ભારતીય બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું
  • ફાયરિંગ કરાતા પોરબંદરના એક ખલાસીને ગોળી વાગી

પોરબંદર : પાકિસ્તાન મેરી ટાઇમ સિક્યુરિટી એજન્સીની નાપાક હરકત સામે આવી છે. IMBL નજીક ભારતીય બોટ પર ફાયરિંગ (india pakistan news) કરવામાં આવ્યું છે. પાકિસ્તાની એજન્સીના કર્મચારીઓએ પોરબંદરની બોટ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં પોરબંદરના એક ખલાસીને ગોળી વાગ્યાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો : સુરતના હજીરામાં ONGC કંપનીમાં લાગી હતી ભીષણ આગ

નોંધનીય છે કે અનેક વાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય માછીમારોને બંધક બનાવવામાં આવ્યાં છે. તેમના જવાનો ભારતીય સીમામાં પ્રવેશ કરીને પણ માછીમારોને પકડીને બંધક બનાવી લેતા. તેઓ ભારતીય માછીમારોને બંધક બનાવીને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રાખે છે. ત્યારે એક વાર ફરી તેમની અવળચંડાઇ સામે આવી છે. માછીમારીની સિઝન શરૂ થયાની શરૂઆતમાં જ તાજેતરમાં પ્રથમ છ અને બીજી વાર 10 બોટ સાથે માછીમારોનું અપહરણ (india pakistan news) કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.

અત્રે નોંધનીય છે કે બુધવાર રાત્રિના સમયે ભારતીય સીમામાં માછીમારી કરી રહેલ પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. જે સમયે પોરબંદરના માછીમારો માછીમારી કરી રહ્યાં હતાં તે સમયે પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી બોટ તરફ ધસી આવી હતી.

બાદમાં પાકિસ્તાની કર્મચારીઓએ બોટ પર ફાયરિંગ (india pakistan news) શરૂ કરી દીધુ હતું. જેમાં એક ખલાસી ઘાયલ થયો છે. બોટ એસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ મનીષભાઈ લોઢારી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્વપૂર્ણ બિલો રજૂ કરાશે, જાણો કયા-કયા