Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડમાં પાકિસ્તાન અને નેપાળ જેવા દેશો પણ ભારતથી આગળ

મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડમાં પાકિસ્તાન અને નેપાળ જેવા દેશો પણ ભારતથી આગળ

0
124
  • ડિજિટલ ઈન્ડિયાની વાતો કરતાં ભારતનો મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ મામલે વિશ્વમાં 131મો ક્રમ

નવી દિલ્હી: ભલે દેશમાં ‘ડિજિટલ ઈન્ડિયા’ (Digital India) અભિયાને વેગ પકડ્યો હોય, પરંતુ મોબાઈલ ડેટાની સ્પીડ મામલે ભારત હજુ પણ ઘણું પાછળ છે. તાજેતરમાં Ookla તરફથી તૈયાર કરવામાં આવેલ સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં (Mobile Internet Speed) 131માં ક્રમે છે.

મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ (Mobile Internet Speed) મામલે ભારત દક્ષિણ કોરિયા, શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાન જેવા દેશો કરતાં પણ પાછળ છે. ભારતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 12.07 Mbps છે. જ્યારે વૈશ્વિક સરેરાશ 35.26 Mbps છે. ફિક્સ્ડ બ્રૉડબેન્ડ સ્પીડ મામલે ભારતને ઈન્ડેક્સમાં 70માં સ્થાન પર રાખવામાં આવ્યું છે. ગત રેન્કિંગની સરખામણીમાં ભારત બે ક્રમ ઉપર જરૂર આવ્યું છે.

સિંગાપુરે 175 દેશોની રેન્કિંગમાં 226.60 Mbpsની સ્પીડ સાથે ઈન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. Ooklaના ગ્લોબલ
ઈન્ડેક્સ મુજબ સરેરાશ મોબાઈલ ડેટા સ્પીડ (Mobile Internet Speed) મામલે દક્ષિણ કોરિયા પ્રથમ નંબર પર છે. પડોશી દેશ નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન જેવા દેશ ભારતની તુલનામાં મોબાઈલ ડેટા સ્પીડમાં ક્યાંય આગળ છે.

મોબાઈલ અપલોડ સ્પીડની (Mobile Internet Speed) ગ્લોબલ એવરેજ સ્પીડ 11.22 Mbps છે. જો કે ભારત આ મામલે ઘણું જ પાછળ છે અને સરેરાશ અપલોડ સ્પીડ 4.31 Mbps છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: મેહબૂબા મુફ્તીને ફટકો, PDPના 3 નેતાઓએ છોડી પાર્ટી

જણાવી દઈએ કે, Speedtest Global Index વિશ્વભરમાં ઈન્ટરનેટ સ્પીડનો ડેટા માસિક ધોરણ એકઠો કરે છે. વિશ્વભરમાં લાખો લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે અને તેમના રિયલ ડેટાના આધાર પર સ્પીડ ટેસ્ટ (Mobile Internet Speed) તરફથી રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, 4G થી 5G તરફ આગળ વઘી રહેલા ભારતમાં ડિજિટલ ઈન્ડિયાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે. સરકાર ડિજિટલાઈઝેશન પર વધારે ભાર મૂકી રહી છે. ઑનલાઈન એજ્યુકેશનથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી હાલના દિવસોમાં ચર્ચામાં છે. એવામાં મોબાઈલ કે પછી બ્રોડબેન્ડ ડેટા સ્પીડની (Mobile Internet Speed) બાબતમાં ભારતની પીછેહઠ ચિંતાજનક છે.