Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > ભારતમાં રોજગારી દર 36. 24%, જૂનના અંત પછી સૌથી નીચલા સ્તરે

ભારતમાં રોજગારી દર 36. 24%, જૂનના અંત પછી સૌથી નીચલા સ્તરે

0
88
  • બેરોજગારી દર વધીને 7.8%, 5 સપ્તાહમાં સૌથી વધુ નોંધાયો
  • સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)નો રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વધવાની સાથે બેરોજગારી દર પણ વધી રહ્યો છે. જ્યારે રોજગારી દર (Employment rate) સતત ઘટી રહ્યો છે. ભારતીય અર્થતંત્ર પર નજર રાખતી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના તાજેતરના રિપોર્ટમાં 22 નવેમ્બરે પુરા થયેલા સપ્તાહમાં બોરોજગારી દર વધીને 7.8 ટકા થઇ ગયો.

અગાઉના સપ્તાહમાં આ દર 5.5 ટકા હતો. છેલ્લા 5 સપ્તાહમાં દેશમાં બેરોજગારી દર સૌથી ઊંચો રહ્યો. રિપોર્ટ મુજબ લેબર પાર્ટિસિપેશન રેટ (LPR) 39.3 ટકા, જ્યારે એમ્પ્લોઇમેન્ટ (રોજગારી) દર ઘટીને 36. 24 ટકા પર આવી ગયું છે. જૂનના અંત પછી આ સૌથી ઓછો છે.

આ પણ વાંચોઃ કોરોનાની માઠી અસર, વોલ્ટ ડિઝની 32 હજાર કર્મચારીની કરશે છંટણી

25 ઓક્ટોબર પછી રોજગારી દર (Employment rate)માં સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. 15 નવેમ્બરે તે 37.38 ટકા હતો. CMIEએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે રોજગારી દર અત્યાર સુધી લોકડાઉન પહેલાંના સ્તર સુધી પહોંચી શક્યો નથી. પરંતુ તેમાં ઘટાડો જ જોવા મળી રહ્યો છે.

ગત નાણા વર્ષમાં રોજગારી દર 39.4 ટકા હતો

ગત નાણા વર્ષ 2019-20માં રોજગારી દર (Employment rate)39.4 ટકા હતો. એપ્રિલમાં તે ઘટીને 27.2 ટકા થઇ ગયો હતો. જો કે મેમાં તેમાં સુધારો જોવા મળ્યો અને તે 30.2 ટકા પર આવી ગયો.

ઓક્ટોબરમાં સારી આશા જન્મી હતી

દેશમાં કોરોનામાં ઘટાડો નોંધાતા ઓક્ટોબરમાં વધુ સુધરીને રોજગારી દર (Employment rate) 37.8 ટકા થયો હતો. ત્યારે એવું લાગતું હતું કે દેશમાં અર્થતંત્રની ગાડી પાટે ચઢી રહી છે.

પરંતુ દિવાળી બાદ કોરોનાએ ફરી ઉથલો મારતા નવેમ્બરના પ્રારંભિક ત્રણેય સપ્તાહમાં રોજગારી દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ભારતીય અર્થતંત્રમાં અપેક્ષા કરતાં વધારે સારી રિકવરીઃ શક્તિકાંતા દાસ

છેલ્લા ત્રણ સપ્તાહથી સતત Employment rate ઘટ્યો

મહિનાના પ્રથમ સપ્તાહમાં રોજગારી દર (Employment rate)37.5 ટકા, બીજા સપ્તાહમાં 37.4 ટકા અને ત્રીજા સપ્તાહમાં મોટા કડાકા સાથે 36.2 ટકા પર આવી ગયો છે. Employment rate news

જ્યારે  રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે (Business news Economy news) જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતાં વધારે સારી રિકવરી દર્શાવી છે. 

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીનો દર -23 ટકા થયો હતો, તેના પછી અર્થવ્યવસ્થાએ જોરદાર રિકવરી દર્શાવી છે.

રિઝર્વ બેન્કનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2020-21ના અંતે ભારતીય  અર્થવ્યવસ્થામાં 9.5 ટકાનો ઘટાડો થશે. 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9