Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > T-20 વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં ભારત જીતશે તો પણ ટૂર્નામેન્ટની બહાર

T-20 વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં ભારત જીતશે તો પણ ટૂર્નામેન્ટની બહાર

0
43

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનો યુગ આજે સમાપ્ત થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા આજે T-20 વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં ટીમ ઈન્ડિયા નામીબિયા સામે મેચ રમશે. રવિવારે અફઘાનિસ્તાનની હાર સાથે જ ભારતીય ટીમની સેમી-ફાઈનલમાં પહોંચવાની સફરનો અંત આવ્યો છે. તેના કારણે આ મેચ માત્ર ઔપચારિક રહેશે અને વિરાટ કોહલીની T20I ફોર્મેટમાં કેપ્ટન તરીકે છેલ્લી મેચ રહેશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટ પહેલા જ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી હતી. આની સાથે રવિ શાસ્ત્રી દરેક ફોર્મેટમાં પણ તેમને પોતાનું પદ છોડવું પડશે.

આ બંને દિગ્ગજ છેલ્લી મેચમાં કંઈક ખાસ કરવા મેદાનમાં ઉતરશે. જોકે કોહલી-શાસ્ત્રીનો કાર્યકાળ ઘણો વિવાદોમાં સપડાયેલો રહ્યો છે. શાસ્ત્રી 2017થી ટીમ ઈન્ડિયાનો કોચ છે.

નામીબિયાએ સારું પ્રદર્શન કર્યું

નામીબિયા ક્રિકેટમાં એક એસોસિએટ કંટ્રી છે, તેથી આ ટીમ પાસે ટેસ્ટ મેચ રમવાનો દરજ્જો નથી. આ ફેક્ટને ધ્યાનમાં રાખીને નામીબિયાનો વર્લ્ડ કપ ઘણો સારો રહ્યો છે. તેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી સુપર-12માં સ્થાન મેળવ્યું હતું અને અહીં પણ બધાને પ્રભાવિત કર્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat