Gujarat Exclusive > દેશ-વિદેશ > G-7નો સભ્ય નથી ભારત, તો PM નરેન્દ્ર મોદીને કેમ મળ્યુ આમંત્રણ?

G-7નો સભ્ય નથી ભારત, તો PM નરેન્દ્ર મોદીને કેમ મળ્યુ આમંત્રણ?

0
3524

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટે G-7માં ભાગ લેશે. G-7 સમૂહમાં દુનિયાના સાત એવા વિકસિત દેશો છે જે દુનિયાના બધા નિર્ણયોની રૂપરેખા નક્કી કરે છે. જોકે ભારત G-7નો સભ્ય દેશ નથી તેમ છતા તેમને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આવુ કેમ કરવામાં આવ્યુ?

જણાવી દઈએ કે G-7માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટેન અને અમેરિકા જેવા દેશો શામેલ છે. વર્ષ 1977થી આ સમૂહમાં યૂરોપિયન યૂનિયન પણ શામેલ હતા.

જણાવી દઈએ કે, G-7 પહેલા G-8 સમૂહ હતો, જેમાં અમેરિકા,કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને રશિયા શામેલ હતા. યૂરોપિય સંઘ પણ વાર્ષિક શિખર સમ્મેલનમાં શામેલ થતા હતા પરંતુ જ્યારે અમેરિકાની સત્તા બરાક ઓબામા પાસે આવી તો તે સમયે રશિયા બહાર થઈ ગયુ હતું. ક્રિમિયા પર રશિયાના કબ્જા બાદ 2014માં તેમને G-8માંથી બહાર કરવામાં આવ્યુ હતુ અને ત્યારથી આ G-7 સમૂહ બની ગયુ છે.

ભારતને કેમ આમંત્રિત કરવામાં આવ્યુ?

ત્રણ દેશોના વિદેશ યાત્રાના પહેલા ચરણમાં ફ્રાન્સ પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફ્રરન્સ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ મેંક્રોએ કહ્યુ કે, અમે G-7 પર વાર્તા કરી હતી. અમે ઈચ્છતા હતા કે ભારત આ સમિટનો ભાગ બને કારણ કે તેમના વગર અમે કેટલાક મુદ્દાઓ પર આગળ વધી શકતા નથી.

મેંક્રોને છે આ અધિકાર

ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોવાને કારણે ને G-7ના આયોજક દેશ તરીકે મેંક્રોને આ અધિકાર છે કે તેઓ આ સમૂહ બહારના કોઈ પણ અન્ય દેશને બોલાવી શકે છે. ભારતને મળેલા આમંત્રણથી સ્પષ્ટ થાય છે કે ભારત દેશની તાકાતમાં વધારો થયો છે.

મધ્યપ્રદેશમાં ફરીથી ટેરર ફંડિંગનો કેસ સામે આવતા ખળભળાટ, ત્રણ લોકોની ધરપકડ-એજન્સીઓ સતર્ક