વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહિલાઓનું આર્થિક સશક્તિકરણ પર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના બજેટ બાદ વેબિનારને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લાં 9 વર્ષમાં દેશ વિમેન લીડ ડેવલપમેન્ટના વિઝન સાથે આગળ વધ્યો છે. ભારતે તેના વીતેલા વર્ષોનો અનુભવ જોતાં વિમેન ડેવલપમેન્ટથી વિમેન લીડ ડેવલપમેન્ટના પ્રયાસોને વૈશ્વિક મંચ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે. આ વખતની G20 બેઠકોમાં આ વિષય મુખ્યત્વે છવાયેલો રહ્યો છે. આ વર્ષનું બજેટ પણ વિમેન લીડ ડેવલપમેન્ટના પ્રયાસોને નવી ગતિ આપશે.
Advertisement
Advertisement
મહિલાઓનું આર્થિક સશક્તિકરણ વિષય પર બજેટ બાદ વેબિનારને સંબોધતા PM મોદીએ કહ્યું કે આજે આપણે જોઈએ છીએ કે ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે. મેડિકલ ફિલ્ડ હોય કે રમતગમત, વ્યાપાર હોય કે રાજનીતિક પ્રવૃત્તિઓ, ભારતમાં મહિલાઓની માત્ર ભાગીદારી જ નથી વધી પરંતુ તે દરેક ક્ષેત્રમાં આગળ વધીને નેતૃત્વ કરી રહી છે. ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં આવાસ યોજના હેઠળ જે ત્રણ કરોડથી વધુ મકાનો બન્યા છે તેમાંના મોટાભાગના મહિલાઓના નામે છે. પીએમ આવાસ યોજનાએ મહિલાઓને ઘરના આર્થિક નિર્ણયોમાં એક નવો અવાજ આપ્યો છે.
PM મોદીએ ઉમેર્યું કે જે કરોડો લોકોને મુદ્રા લોનઆપવામાં આવી છે તેમાં લગભગ 70 ટકા લાભાર્થી દેશની મહિલાઓ છે. આ મહિલાઓ ખરની આવક વધારવાની સાથે સાથે દેશના અર્થતંત્રને આગળ ધપાવવામાં યોગદાન આપી રહી છે. જ્યારે આપણી દિકરીઓ સેનામાં જોડાઈને દેશની સુરક્ષા કરતી જોવા મળે છે, રાફેલ ઉડાવતી જોવા મળે છે તો તેમની સાથે સંકળાયેલી વિચારસરણી પણ બદલાય છે. મહિલાઓનું સન્માન વધારીને અને સમાનતાની લાગણી વધારીને જ ભારત ઝડપથી આગળ વધી શકે છે.
મહિલાઓનું આર્થિક સશક્તિકરણ વિષય પર બજેટ બાદ વેબિનારને સંબોધતા PM મોદીએ વધુમાં કહ્યું કે સહકાર ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી છે. આગામી વર્ષોમાં બે લાખથી વધુ બહુઉદ્દેશીય સહકારી સમિતિઓ – ડેરી સહકારી સમિતિઓ અને મત્સ્ય સહકારી સમિતિઓની સ્થાપના કરવામાં આવશે.
Advertisement