નવી દિલ્હી: ભારતને વાર્ષિક સ્વયંસંચાલિત માહિતી વિનિમયના ભાગરૂપે પોતાના નાગરિકો અને સંસ્થાઓના સ્વિસ બેન્ક ખાતાની વિગતોની ડિટેલનો ચોથો સેટ મળ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડ 101 દેશ સાથે લગભગ 34 લાખ નાણાકીય ખાતાની ડિટેલ શેર કરી છે. અધિકારીઓએ કહ્યુ કે ભારત સાથે શેર કરવામાં આવેલી નવી ડિટેલ “સેંકડો નાણાકીય ખાતાઓ” સાથે સબંધિત છે. જેમાં ચોક્કસ વ્યક્તિઓ, કોર્પોરેટ અને ટ્રસ્ટો સાથે જોડાયેલા કેટલાક ખાતાના કેસનો સમાવેશ થાય છે. હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ ખાતા પર નજર રાખશે.
Advertisement
Advertisement
સ્વિસ બેન્કના અધિકારીઓએ માહિતીના વિનિમયની ગોપનીયતા કલમ અને આગળની તપાસ પર પ્રતિકૂળ અસરને ટાંકીને સ્પષ્ટીકરણો જાહેર કર્યા નહતા પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડેટાનો ઉપયોગ કરચોરી અને મની લૉન્ડરિંગ સહિતની શંકાસ્પદ નાણાંકીય સહાય માટે કરવામાં આવ્યો હતો. અ્ય ગેરરીતિઓની તપાસ સબંધિત પોષણ માટે મોટા પાયે કરવામાં આવશે.
સ્વિસ બેંકને વિશ્વભરના સરમુખત્યારો, ભ્રષ્ટ રાજકારણીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની સૌથી સુરક્ષિત તિજોરી માનવામાં આવે છે. છેલ્લા ઘણા દાયકાઓથી સ્વિસ બેંક પણ ભારતીય રાજકારણનું કેન્દ્ર રહ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ બેંકની સ્થાપના 1713 માં થઈ હતી. હાલમાં, સ્વિટ્ઝર્લેન્ડમાં 400 થી વધુ બેંકો કાર્યરત છે.
આ પણ વાંચો: ડોલર સામે પાકિસ્તાની રૂપિયાએ કરી જોરદાર વાપસી, જાણો શું છે કારણ
આ તમામ બેન્ક સ્વિસ ફેડરલ બેન્કિંગ એક્ટની ગોપનીયતા કાયદાના સેક્શ 47 હેઠળ બેન્ક એકાઉન્ટ ખોલવાનો અધિકાર રાખે છે પરંતુ, અમે જે સ્વિસ બેન્કની ચર્ચા કરીએ છીએ તે UBS છે, જેને આખી દુનિયામાં સ્વિસ બેન્કના નામથી ઓળખવામાં આવે છે, જેની સ્થાપના 1998માં યૂનિયન બેન્ક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ અને સ્વિસ બેન્ક કોર્પોરેશનના વિલય બાદ થઇ હતી. આ વિશ્વની ટોપ 3 બેન્કમાંથી એક છે, જેનું કાર્યાલય સ્વિટ્ઝર્લેન્ડના જૂરિક અને બસેલમાં છે.
ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (FTA)એ એક નિવેદનમાં કહ્યુ કે આ વર્ષે સૂચનાઓનું આદાન-પ્રદાનની યાદીમાં પાંચ નવા દેશ જોડવામાં આવ્યા છે. અલ્બાનિયા, બ્રુનેઇ દારૂસ્સલામ, નાઇજિરિયા, પેરૂ અને તુર્કી. રિપોર્ટ અનુસાર, નાણાકીય ખાતાની સંખ્યામાં લગભગ એક લાખનો વધારો થયો છે. ભારતને AEOI હેઠળ સપ્ટેમ્બર 2019માં સ્વિટ્ઝર્લેન્ડ પાસેથી પ્રથમ સેટ મળ્યો હતો, તે સમયે તેમાં 75 દેશ સામેલ હતા. ગત વર્ષે ભારત આવા 86 ભાગીદાર દેશમાં સામેલ હતુ.
Advertisement