Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતની પ્રથમ કોરોના ટેસ્ટ કિટને ICMRની મંજૂરી, માત્ર 20 મિનિટમાં મળશે પરિણામ

ભારતની પ્રથમ કોરોના ટેસ્ટ કિટને ICMRની મંજૂરી, માત્ર 20 મિનિટમાં મળશે પરિણામ

0
263

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે જલ્દી દેશની હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને ખાનગી લેબોરેટરીમાં લોહીમાં રહેલ કોરોના એન્ટીબૉડીની તપાસ થઈ શકશે. આ માટે દિલ્હીની એક ફાર્મા કંપનીએ પ્રથમ સ્વદેશી પૉઈન્ટ-ઑફ-કેયર (POC) રેપિટ ટેસ્ટ કિટ તૈયાર કરી છે. આ કિટને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ મંજૂરી આપી દીધી છે.

કોણે બનાવી આ કિટ?
TOIના જણાવ્યા પ્રમાણે, આ સિમ્પલ કોરોના એન્ટીબોટી રેપિટ ટેસ્ટ કિટનું નિર્માણ દિલ્હી સ્થિત ફાર્મા કંપની ઑસ્કર મેડિકેરે કર્યું છે. જે બાયો ટેક્નોલૉજી વિભાગ તરફથી ફંડિગ પ્રાપ્ત કરનાર એકમાત્ર ફર્મ છે. આ ફર્મ ભારતમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ બનાવનારી સૌથી મોટી કંપની છે.

આ કંપની પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ ઉપરાંત HIV એઈડ્સ, મેલેરિયા અને ડેંગ્યુની ટેસ્ટ માટે પણ POC ડાયગ્નોસ્ટિક કિટનું પણ નિર્માણ કરે છે. હોસ્પિટલોમાં પણ આજ કિટનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો: કોરોના સામે જંગમાં ભારતને મોટી સફળતા, વિશ્વમાં સૌથી નીચો મૃત્યુદર

કેવો ઉપયોગ?
ભારતમાં હાલ એન્ટીબૉડીની તપાસ માટે સ્ટાન્ડર્ડ Q COVID-19 Agનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને સામાન્ય રીતે RT-PCR ટેસ્ટ સાથે સંયોજનમાં રેપિટ એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ POC ડાયગ્નોસ્ટિક ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.

કોરોનાની તપાસ કરવા માટે RT-PCR ટેસ્ટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. RT-PCR ટેસ્ટમાં પોલીમરેજ ચેન રિએક્શન નામની એક લેબ ટેક્નીકનો ઉપયોગ થાય છે અને અનેક કલાકો પછી પરિણામ આવે છે.

જણાવી દઈએ કે, દેશમાં સરકારે અત્યાર સુધી કોઈ પણ પોઈન્ટ ઑફ કેયર (POC) રેપિટ ટેસ્ટની મંજૂરી નથી આપી. હેલ્થ એક્સપર્ટ અનુસાર, કોઈ પણ રોગની સારવાર માટે એન્ટીબૉડી ટેસ્ટને એકમાત્ર આધાર તરીકે ઉપયોગમાં ના કરવામાં આવવો જોઈએ.

કેટલા સમયમાં રિઝલ્ટ અને કેટલી કિંમત?
આ અંગે ઑસ્કર મેડિકેરના CEO આનંદ શેખરીએ જણાવ્યું કે, Q COVID-19 Ag ટેસ્ટ માનવ નાસેફરીનક્સમાં SARS-CoV-2ની હાજરીની જાણવા માટે નાસોફેરીન્જલ સ્વૈબનો ઉપયોગ કરે છે. જ્યારે તેનું પરિણામ આવવામાં 30 મિનિટનો જ સમય લાગે છે.

તેમણે દાવો કર્યો છે કે, તેમની ફર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલ POC કિટ મારફતે માત્ર 20 મિનિટમાં જ પરિણામ પ્રાપ્ત કરી શકાશે. આ માટે ટેસ્ટિંગ માટે આંગળીમાંથી લોહીનો નમૂનો લેવામાં આવશે. આ રેપિટ ટેસ્ટિંગ કિટની કિંમત લગભગ 200 રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે.

તેમણે જણાવ્યું કે, કંપનીનો સપ્ટેમ્બરમાં બે લાખ ટેસ્ટિંગ કિટ લૉન્ચ કરવાની યોજના છે. કંપનીની ક્ષમતા પ્રતિદિન 5 લાખ ટેસ્ટિંગ કિટ તૈયાર કરવાની છે. ફર્મે કિટ માટે દેશભરના વિતરકો સાથે પહેલા જ કૉન્ટ્રાક્ટ કરી લીધો છે. આ કિટ માટે જરૂરી કોરોના ફ્યૂજન એન્ટીજનનું નિર્માણ ધિતી લાઈફ સાયન્સે કર્યું છે.