Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રદ, ભારત 2-1થી સિરીઝ જીત્યુ

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રદ, ભારત 2-1થી સિરીઝ જીત્યુ

0
116

લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચને રદ કરી દેવામાં આવી છે. કોરોના સંકટ વચ્ચે બોર્ડે આ નિર્ણય લીધો છે. અંતિમ ટેસ્ટ મેચ રદ થવાને કારણે ભારતે સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો છે.

બીસીસીઆઇના અધિકારીઓ વચ્ચે શુક્રવારે બેઠક ચાલી રહી હતી જેમાં મેચને રદ કરવાની સંભાવના અને કેટલા દિવસ માટે ટાળવામાં આવે તેની પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ બાદમાં પાંચમી ટેસ્ટ મેચને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પહેલા દિનેશ કાર્તિકે પાંચમી ટેસ્ટ મેચ શુક્રવારથી ના રમાવાની વાત કરી હતી,તેમણે ટ્વીટ કરી લખ્યુ હતુ કે આજે કોઇ પણ રમત નહી થાય.

મહત્વપૂર્ણ છે કે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્ય ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ વચ્ચે ટીમમાં કોરોનાનો વધુ એક નવો કેસ સામે આવ્યો હતો. આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર પણ પાંચમી ટેસ્ટ મેચ પહેલા કોવિડ-19થી સંક્રમિત થયા હતા.

આ પણ વાંચો: ભવાનીપુરમાં મમતા બેનરજી સામે ભાજપના પ્રિયંકા ટિબરેવાલ લડશે ચૂંટણી

ભારતના નામે ટેસ્ટ શ્રેણી

ભારત માટે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ઐતિહાસિક રહી છે. પાંચ ટેસ્ટ મેચની સિરીઝને ટીમ ઇન્ડિયાએ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ચોથી ટેસ્ટ સુધી ભારતે આ લીડ મેળવી હતી. જ્યારે પાંચમી ટેસ્ટ મેચને રદ કરવામાં આવી તો સિરીઝ ભારતના નામે થઇ ગઇ હતી. આ સાથે જ વિરાટ કોહલી ભારતનો પ્રથમ કેપ્ટન બની ગયો છે જેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બન્ને વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat