Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ઈકોનૉમી પર મોટી રાહત: સતત સાતમાં મહિને GST કલેક્શન ₹ 1 લાખ કરોડને પાર

ઈકોનૉમી પર મોટી રાહત: સતત સાતમાં મહિને GST કલેક્શન ₹ 1 લાખ કરોડને પાર

0
34

નવી દિલ્હી: એપ્રિલ મહિનાના GST કલેક્શનના આંકડા આવી ગયા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં કોરોના વાઈરસની બીજી લહેરના કહેર છતાં ગત મહિને જીએસટી કલેક્શન 1,41,384 કરોડ રૂપિયા રહ્યું હતુ. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. GST Collection

અગાઉ માર્ચ-2021માં જીએસટી કલેક્શન 1,23,902 કરોડ રૂપિયા રહ્યું હતું. આમ માર્ચની સરખામણીમાં એપ્રિલ મહિનામાં GST કલેક્શન 14 ટકા વધ્યું છે. ખુદ સરકારે એક નિવેદનમાં આ તમામ જાણકારી આપી છે.

એપ્રિલના કુલ GST કલેક્શનમાં CGST 27,837 કરોડ રૂપિયા, SGST 35,621 કરોડ રૂપિયા અને IGST 68,481 કરોડ રૂપિયા (29,599 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર) અને સેસ 944 કરોડ રૂપિયા (981 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર) રહ્યો છે. આ દરમિયાન ડોમેસ્ટિક ટ્રાન્જક્શનથી રેવન્યુમાં ગત મહિનાની સરખામણીમાં 21 ટકાની તેજી આવી છે.  આ સતત સાતમો મહિનો છે, જ્યારે જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી અધિક રહ્યું હોય. આટલું જ નહીં, તેમાં સતત વધારો પણ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  IPL-2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, કેન વિલિયમસનને સોંપાઈ SRHની કમાન GST Collection

આ અંગે નાણામંત્રાલયે જણાવ્યું કે, GST રેવન્યૂએ છેલ્લા સતત 7 મહિના દરમિયાન માત્ર એક લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર જ નથી કર્યું, પરંતુ તેમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. જે આર્થિક સ્થિતિમાં સુધારાનો સ્પષ્ટ સંકેત છે.

દેશના અનેક ભાગોમાં કોરોના મહામારીની બીજી લહેર છતાં ભારતીય ઉદ્યોગ-ધંધાએ એક વખત ફરીથી રિટર્ન દાખલ કરવા સબંધિત જરૂરિયાતોની પુલન કરવા સાથે જ સમયસર બાકી જીએસટીની ચૂકવણી કરીને ઉદાહરણ પુરુ પાડ્યું છે. GST Collection

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat