Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે ચીનની દરેક ચાલનો મળશે જડબાતોડ જવાબ, ભારતે તૈનાત કરી T-90 ટેન્ક

હવે ચીનની દરેક ચાલનો મળશે જડબાતોડ જવાબ, ભારતે તૈનાત કરી T-90 ટેન્ક

0
372

લદ્દાખ: પૂર્વ લદ્દાખમાં સરહદ વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. આ વિવાદને ચીન વાટાઘાટો મારફતે દૂર કરવાની વાત કરી રહ્યો છે, પણ પીઠ પાછળ વાર કરવામાં તે માહેર છે. આથી ચીનની દરેક કરતૂતનો જવાબ આપવા ભારતે સરહદ પર ગલવાન સેક્ટરમાં 6 ટી-90 ટેન્ક તૈનાત કર્યા છે. જ્યારે ભારત અને ચીન વચ્ચે તનાવ ઓછો કરવા માટે મંગળવારે ચુશુલમાં શીર્ષ સૈન્ય કમાન્ડર સ્તરની એકવાર ફરીથી વાતચીત થવા જઈ રહી છે.

ભારતીય સેનાએ ટી-90 ભીષ્મ ટેન્કોને તૈનાત કરવાનો નિર્ણય ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની કરતૂતોને ધ્યાનમાં રાખીને લીધો છે. ચીને અનેક જગ્યાએ નિર્માણ કાર્ય શરૂ કર્યુ છે. સેના વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને પોતાના હિસ્સા નજીક આવેલા વિસ્તારમાં પ્રમુખ ઊંચાઈ પર પોતાના હથિયારોને ગોઠવ્યા છે.

આ પણ વાંચો: સરહદ પર શાંતિ માટે ચીન સાથે ત્રીજા તબક્કાની બેઠક, ચૂશૂલમાં થશે ચર્ચા

155 mm હોવિત્જર સાથે ઇન્ફેન્ટ્રી ફાઈટર વ્હિકલ્સને પૂર્વ લદ્દાખમાં 1597 કિમી લાંબી LAC પાસે તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ચીનનો સામનો કરવા માટે ચુશુલ સેક્ટરમાં પણ સેનાએ બે ટેન્કોની તૈનાતી કરી છે. ચીની સેના આ વિસ્તારમાંથી એલએસીથી પરત જવા માટે ડીલ કરવાનો પ્રયાસ કરી રહી છે, પણ ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે એક ઈંચ પણ પાછળ નહીં હટે.

સૈન્ય કમાંડરોનું માનવામાં આવે તો, ભારત સરહદ વિવાદ પર લાંબા સંઘર્ષ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જ્યારે બીજી બાજુ જો ચીન કોઈ પગલું લે છે, તો પછી ભારત તેને જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયારી કરી રાખી છે. ચીની સેના પૂર્વ લદ્દાખમાં માર્શલ આર્ટના કુશળ સૈનિકોની તૈનાતી કરી છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે, ભારતીય સૈનિકોની સરખામણીમાં ચીની સૈનિકોનું આવી પરિસ્થિતિઓમાં ટકવું ખૂબ જ મુશ્કેલ છે. વર્ષ 1984 પછીથી ભારતીય સેનાને ઉંચાઈ વાળા યુદ્ધ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ભારતમાં પ્રતિબંધ છતાં હજુ સુધી પ્લે સ્ટોરમાં કેમ જોવા મળી રહી છે ચાઈનીઝ એપ્સ?

ભારતીય સૈન્ય કમાન્ડરો અને સૈનિકોનું સામાન્ય મનોબળ હાલના દિવસોમાં ઈન્ડિય એરફોર્સ અને ઈન્ડિયન નેવી બન્ને સાથે વધારે છે. જ્યારે ચીની પીએલએ વાયુ સેનાના મોટા ભાગના લડાકૂ વિમાન ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોના મુકાબલા કરવા માટે એલએસીથી 240 કિમી દૂર તકલામકન રેગિસ્તાનમાં હોટન એર બેસથી ઉડાન ભરી રહ્યા છે.