સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારતે નાગપુરમાં વરસાદથી પ્રભાવિત બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. 8-8 ઓવરની રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 8 ઓવરમાં 5 વિકેટે 90 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 7.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 92 રન બનાવીને મેચને જીતી લીધી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 46 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ત્રણ મેચની ટી-20 સીરિઝ હવે 1-1ની બરાબર થઇ ગઇ છે. 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં ત્રીજી ટી-20 મેચ રમાશે, જ્યા સીરિઝનો નિર્ણય થશે.
Advertisement
Advertisement
91 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ આક્રમક શરૂઆત કરી હતી. પ્રથમ ઓવરમાં જ રોહિત શર્મા અને કેએલ રાહુલે 20 રન ફટકાર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ આક્રમક રમત રમતા 20 બોલમાં અણનમ 46 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ પોતાની ઇનિંગ દરમિયાન 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
ભારતને અંતિમ ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી ત્યારે દિનેશ કાર્તિકે પ્રથમ બોલ પર જ 6 અને બીજા બોલ પર 4 રન ફટકારીને મેચને 4 બોલ બાકી રહેતા જ ભારતને જીતાડી દીધી હતી. ભારત તરફથી લોકેશ રાહુલ 10, વિરાટ કોહલી 11, સૂર્યકુમાર 0, હાર્દિક પંડ્યાએ 9 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 90 રન બનાવ્યા
8 ઓવરની મેચમાં ઓસ્ટ્રેલિયાએ આક્રમક શરૂઆત કરી હતી. બીજી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી દીધી હતી અને તેમનો સ્કોર 4 વિકેટ 46 રનમાં જ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીન 5, ગ્લેન મેક્સવેલ 0, ટીમ ડેવિડ 2 અને એરોન ફિંચે 31 રન બનાવ્યા હતા. અંતમાં મેથ્યૂ વેડે ઓસ્ટ્રેલિયા તરફથી કમાલ કરી હતી અને તેને 20 બોલમાં 43 રન બનાવ્યા હતા. વેડે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
ભારત તરફથી હર્ષલ પટેલ મોંઘો સાબિત થયો હતો તેને 2 ઓવરમાં 32 રન આપી દીધા હતા. હર્ષલ પટેલે અંતિમ ઓવર પણ ફેકી હતી જેમાં તેને 19 રન આપ્યા હતા. જસપ્રીત બુમરાહે આ મેચમાં 2 ઓવરમાં 23 રન આપ્યા હતા અને એરોન ફિંચની વિકેટ ઝડપી હતી.
Advertisement