Gujarat Exclusive > દેશ-વિદેશ > નોનસ્ટોપ કોરોના રેકોર્ડઃ 24 કલાકમાં દેશમાં 3600થી વધુ મોત, પોણા 4 લાખથી વધુ નવા કેસ

નોનસ્ટોપ કોરોના રેકોર્ડઃ 24 કલાકમાં દેશમાં 3600થી વધુ મોત, પોણા 4 લાખથી વધુ નવા કેસ

0
54

ચિંતાનો વિષયઃ છેલ્લા 10 દિવસથી દેશમાં નવા દર્દીઓની સંખ્યા 3 લાખથી વધુ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના અનસ્ટોપ રેકોર્ડ કરી રહ્યો છે. દર રોજ નવા કેસો (India covid new cases)અને મૃત્યુઆંક વધતો જ જાય છે. ગુરુવારે પણ છેલ્લા 24 કલાકમાં 3600થી વધુ મોત કોરોનાથી નોઁધાયા. જ્યારે નવા કેસોની સંખ્યા પોણા 4 લાખની ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા 10 દિવસોથી રોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.

સરકારી આંકડા મુજબ દેશમાં ગુરુવારે સવારે છેલ્લા 24 કલાકમાં 3.79 લાખ નવા દર્દી વધ્યા. જ્યારે એક દિવસનો મૃત્યુઆંક પણ વધીને 3645 થયો. નવા કેસ અને મૃત્યુના આ બંને આંકડા અત્યાર સુધીનો રેકોર્ડ છે. 27 એપ્રિલે 3.62 લાખ કેસ નોંધાયા હતા.

ત્રણ દિવસથી દૈનિક મૃત્યુઆંક 3 હજારની ઉપર

નવા કેસ તો ઠીક પરંતુ હવે કોરોનાથી મૃતકોની વધી રહેલી સંખ્યા (India covid new cases)આરોગ્ય વિભાગ અને સરકાર માટે ગંભીર વિષય બન્યો છે. સતત ત્રીજા દિવસે 3000થી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. એટલે માત્ર ત્રણ દિવસમાં જ આશરે 10 હજાર લોકોએ જીવ ગુમાવી દીધા. કેસો વધતા એક્ટિવ કેસની સંખ્યામાં દેશમાં હવે 30 લાખને પાર પહોંચી ગઇ છે.

1,50,78000 લોકો રિકવર પણ થયા

કુલ નવા કેસ આવ્યા તેની સામે એક દિવસમાં 2.70 લોકો સાજા પણ થયા. અત્યારે સુધી 1,83,76,524 કુલ સંક્રમિતો સામે 1.50,78000 લોકો રિકવર પણ થયા. આમ કુલ મળીને રિકવરી રેટમાં 1.8 ટકા વધારો થવાની સાથે તે 82.08 ટકા થયો છે.

ઘણા રાજ્યોમાં કોરોનાને કારણે સ્થિતિ ભયાનક થતી જાય છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્ર અને દિલ્હીની છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ફરી 60 હજારથી વધુ કેસ આવવા માંડ્યા, વચ્ચે બે એક દિવસ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આશરે 1000 લોકોનાં મોત થઇ રહ્યા છે. દિલ્હીમાં પણ દરરોજ 350થી વધુ મોત અને 25000ની આસપસા નવા કેસ આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સીરમ ઈન્સ્ટીટ્યૂટે ‘કોવિશીલ્ડ’ની કિંમત ઘટાડી, હવે રાજ્યોને ₹ 300માં મળશે કોરોના વૅક્સિન

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 63,309 નવા કેસ

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 63,309 નવા કેસ આવ્યા. 61,181 દર્દી સાજા થયા. 1,035 લોકોનાં મોત થયા. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિતો 44.73 લાખ થઇ ગયા. તેમાંથી 37.30 લાખ સાજા થઇ ગયા. કુલ 67,214 લોકો ભોગ બન્યા છે. 6,73,481 દર્દી સારવાર હેઠળ છે.

દિલ્હીમાં 25,986 નવા કેસ નોંધાયા. 20,458 સાજા થયા અને 368નાં મોત નીપજ્યાં. અત્યાર સુધી રાજધાનીમાં કુલ કેસ 10.72 લાખ થયા. તેમાંથી 9.39 લાખ સાજા થઇ ગયા. કુલ મૃત્યુઆંક 14,616 છે. હજુ 99,752 એક્ટિવ કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે. India covid new cases

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8595 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, 24 કલાકમાં 174 લોકોના મોત થયા છે. જ્યારે 1,35,256 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારતની સ્વદેશી વૅક્સિન કોરોનાના 617 વેરિએન્ટ્સ સામે અસરકારક: અમેરિકન એક્સપર્ટનો દાવો

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 5,38,845 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ 3,98,824 દર્દીઓ સાજા થયા છે. અને હાલ રાજ્યનો રિકવરી રેટ ઘટીને 74.01 પર આવી ગયો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 દર્દીઓની હાલત ગંભીર છે. અને 1,32,770 દર્દીઓની હાલત સ્થિર છે. અને અત્યાર સુધી કુલ 6830 લોકોનાં મોત નિપજ્યા છે.અમદાવાદમાં નવા 5740 કેસ, 26નાં મોત, સુરતમાં નવા 2116 કેસ, 19નાં મોત, વડોદરામાં નવા 858 કેસ નોંધાયા.

હવે રસી પર સૌની આસ

દેશમાં કોરોનાનો કેર વધતા લોકોને હવે માત્ર રસી પર આસ છે. 1 મેથી રસીનો નવો તબક્કો શરુ થઇ રહ્યો છે. જેમાં 18 વર્ષથી વધુના લોકોને વેક્સિન આપવાની શરુઆત થશે. તેથી જો મોટા પાયે રસીકરણ થશે તો કોરોનાના આંકડામાં ઘટાડો થવાની આશા છે. પ્રારંભિક મુશ્કેલી છતાં પહેલાં દિવસે જ આશરે સવા કરોડ લોકોએ રસી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું.

દેશમાં કોરોનાનો ગ્રાફ

    • 24 કલાકમાં નવા કેસ            3,79,257
    • એક દિવસમાં મોત                     3,645
    • દેશમાં કુલ કેસ                1,83,76,524
    • દેશમાં કુલ મૃત્યુઆંક            2,04,832
    • કુલ એક્ટિવ કેસ                 30,84,814
    • એક દિવસમાં સાજા થયા     2,70,000
    • કુલ દર્દી સાજા થયા        1,50,78,000
    • કુલ વેક્સિનેશન            15,00,20,648

આ પણ વાંચોઃ PM CARES ફંડથી 1 લાખ ઑક્સિજન કંસંટ્રેટરની થશે ખરીદી, PM મોદીએ આપી મંજૂરી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat