Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: પાછલા 24 કલાકમાં 15,223 નવા કેસ નોંધાયા, 151 લોકોએ ગુમાવ્યા જીવ

COVID-19: પાછલા 24 કલાકમાં 15,223 નવા કેસ નોંધાયા, 151 લોકોએ ગુમાવ્યા જીવ

0
75

ભારતમાં વેક્સિનેશનની શરૂઆત પછી આઠ લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન આપી દેવામાં આવી છે. તે સાથે જ કોરોના દર્દીઓના રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળ્યો છે. ભારતનો રિકવરી રેટ 96.7 ટકા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,223 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોવિડ-19ના કારણે 151 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,10,883 થઈ ગઈ છે.

સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં અત્યાર સુધી કોવિડ-19 (Covid-19)ની સામે લડીને 1 કરોડ 2 લાખ 65 હજાર 706 લોકો સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,965 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,92,308 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,869 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, 20 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,93,47,782 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, બુધવારના 24 કલાકમાં 7,80,835 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.