આજે દેશભરમાંથી કોરોનાવાયરસના (Coronavirus) 7,447 નવા કેસ નોંધાયા છે, હવે ભારતમાં કોવિડ દર્દીઓની કુલ સંખ્યા 3,47,26,049 પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુઆંક 4,76,869 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) કહ્યું કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 86 હજાર પર આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 7,886 લોકો સંક્રમણથી સાજા થયા છે, અત્યાર સુધીમાં કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 3,41,62,765 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 86,415 છે, જે કુલ કેસના 0.25 ટકા છે. માર્ચ 2020થી એક્ટિવ કેસનો આ આંકડો સૌથી ઓછો છે. દૈનિક પોઝિટિવ દર 0.59 ટકા છે, જે છેલ્લા 74 દિવસથી 2 ટકાથી ઓછો છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં રિકવરી રેટ હવે 98.38 ટકા છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે ગુરુવારે ભારતમાં કોરોના વાયરસ માટે 12,59,932 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યા વધીને 66,15,07,694 થઈ ગઈ છે.
કોવિડ-19 રસીકરણના (Covid-19 Vaccination) ડેટા વિશે વાત કરીએ તો, ભારતમાં અત્યાર સુધીમાં 135.99 કરોડ કોરોના વેક્સિન છે. ગુરુવારે, દેશભરમાં 70,46,805 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી અહેવાલ મુજબ ભારતમાં કુલ રસીકરણનો આંકડો હવે 1,35,99,96,267 થયો છે.