Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90.95 લાખને પાર, 24 કલાકમાં 501ના મોત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90.95 લાખને પાર, 24 કલાકમાં 501ના મોત

0
32

છેલ્લા 24 કલાકમાં 45,209 નવા કોરોનાના કેસ નોંધાયા  India Corona Update

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસના આંકડા 91 લાખની નજીક પહોંચી ગયા છે. 22 નવેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,209 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસ 90,95,807 પર પહોચી ગયા છે જેમાંથી 4,40,962 લાખ એક્ટિવ કેસ છે અને 85,21,617 લાખ લોકો ડિસચાર્જ/રિકવર થઇ ગયા છે. જ્યારે 24 કલાકમાં વધુ 501 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. તેની સાથે જ અત્યાર સુધી 1,33,227 લાખ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ભારત વિશ્વમાં બીજો દેશ છે, જ્યા કોરોનાના કેસ 90 લાખથી વધુ છે, તેનાથી વધુ કેસ અમેરિકામાં છે. કોરોના વાયરસ ઇન્ફેક્શનની તપાસ માટે ભારતમાં અત્યાર સુધી આશરે 13 કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે. India Corona Update

શું છે રાહતની વાત?

ભારતમાં 7 ઓગસ્ટે કોરોનાના કેસની સંખ્યા 20 લાખને પાર થઇ ગઇ હતી. 5 સપ્ટેમ્બરે કેસ 40 લાખને પાર થઇ ગયા છે, 16 સપ્ટેમ્બરે 50 લાખનો આંકડો પાર થયો હતો. 11 ઓક્ટોબરે ભારતમાં 70 લાખ કેસ હતા અને 28 ઓક્ટોબરે કેસની સંખ્યા 80 લાખને પાર થઇ ગઇ હતી. India Corona Update

આ પણ વાંચો: કોરોના બેકાબુ: જયપુર સહિત રાજસ્થાનના 8 શહેરોમાં રાત્રી કરફ્યુ

ભારતમાં કેસોની સંખ્યા 80 લાખથી 90 લાખ પહોચવામાં આશરે 22થી 23 દિવસનો સમય લાગ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં રોજ ઘટાડો નોંધાતો રહ્યો છે. 1 ઓક્ટોબરે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 40 હજાર 705 હતી, જે 20 નવેમ્બરે 4 લાખ 43 હજાર 794 સુધી આવી ગઇ છે. એક જ મહિનાની અંદર ભારતના એક્ટિવ કેસ આશરે પાંચ લાખ સુધી ઓછા થઇ ગયા છે.

એક પોઝિટિવ વાત આ પણ છે કે ગત 47 દિવસમાં રોજના નવા કેસના મુકાબલે, રિકવરી કેસ વધુ આવ્યા છે.

અમદાવાદ- દિલ્હીમાં વધતા કેસ ચિંતાનો વિષય?

દેશમાં અમદાવાદ અને દિલ્હીમાં કોરોનાના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના 5 હજારથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં ફરી 300થી વધુ રોજના કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં વધતા કેસને જોતા દિલ્હી સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક પણ મળી હતી. India Corona Update

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લગ્નમાં મહેમાનોની સંખ્યાને 200થી ઓછી કરીને 50 કરી દીધી છે. બીજી તરફ માસ્ક ના પહેરવા પર દંડની રકમ 500થી વધારીને 2000 કરી દીધી છે. દિલ્હી સરકારે સાવચેતીના ભાગ રૂપે હોસ્પિટલમાં કોરોના માટે બેડ પણ રિઝર્વ કર્યા છે, સાથે જ આઇસીયુ બેડ્સની પણ સંખ્યા વધારવામાં આવી છે.

અમેરિકામાં 1 કરોડથી વધુ કેસ

કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં કોરોનાના કેસ 1 કરોડને પાર થઇ ગયા છે. આ વાયરસથી આશરે 2.50 લાખ લોકોના મોત થઇ ચુક્યા છે. અમેરિકા, બ્રાઝીલ, ભારત અને મેક્સિકોમાં મૃતકોની સંખ્યા 1 લાખને પાર થઇ ગઇ છે.