Gujarat Exclusive > દેશ-વિદેશ > ઘણાં દિવસો બાદ કોરોનાથી મોતનો આંકડો 500ની નીચે, 45,148 નવા કેસ

ઘણાં દિવસો બાદ કોરોનાથી મોતનો આંકડો 500ની નીચે, 45,148 નવા કેસ

0
56
  • દેશમાં કોરોના રિકવરી રેટ 90.23 ટકા પર પહોંચ્યો
  • ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 79 લાખને પાર

India Corona Update: આજે ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની (Corona Cases In India) કુલ સંખ્યા 79 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે નવા નોંધાયેલા કેસ (New Corona Cases) ઉમેરાવાની સાથે જ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના સંક્રમિતોનો આંકડો 79,08,959 પર પહોંચી ચૂક્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા (India Corona Update) અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 45,148 નવા કેસ સામે આવ્યાં છે. જો કે ખાસ વાત એ છે કે, આજ સમયગાળામાં 480 લોકોના મરણ નોંધાયા છે. જે 10 જુલાઈ બાદ એક દિવસમાં સૌથી ઓછા મોતનો આંકડો છે.

મોટી રાહતની વાત એ છે કે, કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા (Corona Recovery Rate) 71 લાખની પાર પહોંચી ચૂકી છે. હાલ દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ 90.23 ટકા પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 59,105 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, આટલા લોકો સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

જો કોરોનાના એક્ટિવ કેસોની (Corona Active Cases) વાત કરીએ તો, તેની સંખ્યા 13 ઓગસ્ટ બાદ સૌથી ઓછી છે. દેશમાં હાલ 6,53,717 એક્ટિવ કેસ છે. એટલે કે (India Corona Update) કુલ કેસના 8.26 ટકા કેસ એક્ટિવ છે. જ્યારે 71,37,228 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 1,19,014 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં ડેથરેટ 1.5 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો: માત્ર 15 મિનિટમાં તમે ખુદ ભરી શકો છો તમારું I-T રિટર્ન, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 4.8 ટકા ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 9,39,309 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે આ સાથેજ અત્યાર સુધી કુલ ટેસ્ટની સંખ્યા 10,34,62,778 પર પહોંચી ચૂકી છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસથી ફેલનારી મહામારીનો પ્રકોપ છેલ્લા અનેક મહિનાથી વિશ્વભરમાં આતંક મચાવી રહ્યો છે. ભારતમાં આ રોગથી સંક્રમિત થનારા લોકોની (India Corona Update) સંખ્યા 1 લાખ સુઘી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો. જે બાદ તેની ગતિ વધતી જ ગઈ અને દેશમાં એક લાખ કેસ માત્ર એક-બે દિવસોમાં જ ઉમેરાતા ગયા. ભારતમાં 79 લાખ કોરોના સંક્રમિતોનો આંકડો પાર કરવામાં 270 દિવસો લાગ્યા છે.