Gujarat Exclusive > દેશ-વિદેશ > India Corona Update: સતત બીજા દિવસે 15 હજારથી ઓછા કેસ, કુલ 13.90 લાખ લોકોને અપાઈ રસી

India Corona Update: સતત બીજા દિવસે 15 હજારથી ઓછા કેસ, કુલ 13.90 લાખ લોકોને અપાઈ રસી

0
68

India Corona Update: દેશમાં સતત બીજા દિવસે 15 હજારથી ઓછા કોરોના કેસ (India Corona Case) સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14,256 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 152 લોકોના મરણ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 17,130 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો (India Corona Case) વધીને 1,06,36,684 પર પહોંચી ગયો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ (Corona Virus) અત્યાર સુધીમાં 53,184 દેશવાસીઓને ભરખી ચૂક્યો છે.

દેશમાં કુલ એક્ટિવ કેસ ઘટીને 1,85,000 થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 1,03,00,000 જેટલા લોકો કોરોનાને (Covid-19 In India) માત આપીને સ્વસ્થ થઈ ચૂક્યાં છે. India Corona Update

આ પણ વાંચો:  કોલકતામાં ‘પરાક્રમ દિવસ’ના કાર્યક્રમમાં સામેલ થશે PM મોદી, CM મમતાનો થશે સામનો

ICMRના જણાવ્યા મુજબ, 22 જાન્યુઆરી સુધી કોરોના વાઈરસના કુલ (Corona Virus) 19,09,85,000 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8.37 લાખ કોરોના ટેસ્ટ (Corona Test) 24 કલાક દરમિયાન કરવામાં આવ્યા છે.

દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના રિકવરી રેટ 90 ટકાથી અધિક છે. રાહતની વાત છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.44 ટકા, જ્યારે રિકવરી રેટ 97 ટકા પર પહોંચી ગયો છે.

વૅક્સીનેશન અભિયાન કેટલે પહોંચ્યું? India Corona Update
દેશમાં શુક્રવારે 3.47 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વૅક્સીન (Corona Vaccination In India) આપવામાં આવી હતી. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 13,90,952 લોકોને વૅક્સીન આપવામાં આવી ચૂકી છે. વૅક્સીનેશન અભિયાનના 7માં દિવસે સાંજે 6 વાગ્યા સુધી વૅક્સીનની સાઈડઈફેક્ટના 267 કેસ સામે આવ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9